Ahmedabad: જગન્નાથજીની 148મી રથયાત્રા માટે જળયાત્રાનો શુભારંભ, વિધિવત થશે જળાભિષેક

અમદાવાદમાં 148મી રથયાત્રા માટેના પરંપરાગત વિધિ વિઘાન શરૂ થઇ ગયા છે. આજે જલયાત્રાથી તેનો શુભારંભ શરૂ થઇ ગયો છે. 14 ગજરાજ અને હાથી, ધજા-પતાકા સાથે યાત્રા સાબરમતી નદી કિનારે જવા નીકળી છે. સાબરમતી સોમનાથના આરે  જળયાત્રા પહોંચશે. સાબરમતી નદીમાં કરવામાં પહેલા  ગંગા પૂજન કરવામાં આવશે. 108 કળશમાં  સાબરમતી નદીનું પાણી લાવવામાં આવશે. સવારે 10 વાગ્યે ભગવાનનો મહાજળાભિષેક કરવાનું શુભ મૂહૂર્ત છે. બપોરે 12 વાગ્યે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન છે.

વર્ષોથી પરંપરાગત રીતે અમદાવાદામાં અષાઢી બીજે  જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. આ પહેલા દર વર્ષે વિધિવત જળયાત્રા યોજાઇ છે. દર જેઠ સુદ પૂનમે   108 કળશની જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે.  આ જલયાત્રા સવારે મંદિરથી શરૂ થાય છે. જેમાં ગજરાજા અને 108 કળશ લઇને મહિલાઓ રથયાત્રામાં જોડાઇ છે. આ યાત્રા  સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોંચે છે. ભૂદરના આરે ગંગાપૂજન કરવામાં આવે છે. બાદ 108 કળશમાં સાબરમતીની જળભરીને વાજતે ગાજતે  યાત્રા ફરી મંદિર પહોંચે છે અને બાદ ભગવાનનો દૂધ કેસર પંચામૃતથી સ્નાન કરાવીને જલાભિષેક કરાવાયા છે.

આ જલયાત્રા અંગે મહારાજ દિલીપ દાસે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના પવિત્ર અવસર પહેલા જ જલયાત્રા મહોત્સવ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન જગન્નાથને સાબરમતી નદીના પાણીથી ભરેલા 108 કળશમાં સ્નાન કરાવવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. આ ઉત્સવનું આયોજન અનેક ભક્તો, સંતો, મહંતો અને રાજ્યના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવી રહ્યું છે.ભગવાનના સ્વાગત માટે આંબેડકર હોલથી ભગવાન રણછોડ રાય મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છે. તેમાં લગભગ ત્રણ હજાર લોકો ભાગ લઇ રહ્યાં છે. મંદિરની આસપાસના રસ્તાઓ પર સુંદર રંગોળી બનાવવામાં આવી છે.ભગવાન જગન્નાથ, તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામની મૂર્તિઓ દર્શન માટે મંદિરમાં રાખવામાં આવશે. ભક્તો દૂર દૂરથી તેમના દર્શન માટે આવશે. ભગવાન 15 દિવસ સુધી સરસપુરમાં રહેશે, જે દરમિયાન રણછોડ રાય મંદિરમાં દરરોજ ભજન કીર્તન થશે.                          

આ પણ વાંચો, Horoscope: નોકરી માટે નવી ઓફર મળશે, આ રાશિના જાતકોને આજે સુખનો ‘સૂરજ’ ઉગશે, જુઓ રાશિ ભવિષ્ય

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *