‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર

ગુજરાતી સાહિત્ય જગતમાંથી અત્યંત દુઃખદ સમાચાર આવ્યા છે. જાણીતા કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન થયું હતું. અમદાવાદમાં આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી હૃદય સંબંધિત તકલીફને કારણે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી પ્રસરી છે. તેમની અંતિમયાત્રા આજે સાંજે 6 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી થલતેજ સ્મશાનગૃહ સુધી નીકળશે. 12 ઓક્ટોબર 1942ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે જન્મેલા રાજેન્દ્ર શુક્લ આધુનિક ગુજરાતી કવિતા અને ગઝલના અગ્રણી સર્જક હતા. ગિરનારની તળેટી અને આદ્યકવિ નરસિંહ મહેતાની કવિતાઓનો તેમના સર્જન પર ઊંડો પ્રભાવ રહ્યો હતો. ગુજરાતી ગઝલમાં સંસ્કૃત અને તળપદી ભાષાના અનોખા સમન્વયથી તેમણે આગવી ઓળખ ઊભી કરી હતી.’કોમલ રિષભ’, ‘અંતર ગાંધાર’ અને પાંચ ભાગમાં પ્રકાશિત ‘ગઝલસંહિતા’ તેમની અમૂલ્ય સાહિત્યિક કૃતિઓ છે. ખાસ કરીને 30 વર્ષની ગઝલયાત્રાને આવરી લેતી ગઝલસંહિતા ગુજરાતી સાહિત્યની વિરાસત સમાન છે. સાહિત્ય ક્ષેત્રે તેમના પ્રદાન બદલ 2006માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને નરસિંહ મહેતા એવોર્ડ, જ્યારે 2007માં ગઝલસંહિતા માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત નર્મદ સુવર્ણચંદ્રક સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનો તેમને પ્રાપ્ત થયાં હતાં.

જૂનાગઢ જિલ્લાના બાંટવામાં જન્મ 

રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ 12 ઓક્ટોબર 1942માં જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે થયો હતો. આધુનિક ગુજરાતી સાહિત્યના એક અત્યંત પ્રતિષ્ઠિત કવિ, ગઝલકાર અને વિવેચક હતા. રાજેન્દ્ર શુક્લના સર્જન પર ગિરનારની તળેટી અને આદ્યકવિ નરસિંહ મહેતાની કવિતાઓનો ઊંડો પ્રભાવ રહ્યો છે. તેમને અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને પ્રાકૃત વિષયો સાથે અનુસ્નાતક (એમ.એ.)ની પદવી મેળવી હતી. 1982 સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપન કાર્ય કર્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી.

અનેક પુરસ્કાર મળ્યા હતા. 

ગુજરાતી સાહિત્યમાં તેમના અવિસ્મરણીય યોગદાન બદલ તેમને લગભગ તમામ પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. જેમાં 2006માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને નરસિંહ મહેતા એવોર્ડ, તેમજ 2007માં તેમના ગ્રંથ ‘ગઝલસંહિતા’ માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કારનો સમાવેશ થાય છે.            

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *