ગુજરાતનાં જૈન શ્રદ્ધાળુઓની બસનો ઝારખંડમાં ભીષણ અકસ્માત:સુરતના પતિ-પત્નીએ જીવ ગુમાવ્યો

ઝારખંડના ગિરિડીહ જિલ્લાના પારસનાથ સ્થિત તીર્થસ્થળ શિખરજીમાં મોડી રાત્રે મોટો માર્ગ અકસ્માત થયો છે. આ માર્ગ અકસ્માતમાં ગુજરાતના સુરતના રહેવાસી બાબૂલાલ વંશરાજ જૈન અને તેમની પત્ની બદામી દેવીનાં મોત થયાં છે.

જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટના મોડી રાત્રે લગભગ 10 વાગ્યાની હોવાનું જણાવાઈ રહ્યું છે. શિખરજીની યાત્રા પૂર્ણ કરીને તમામ જૈન શ્રદ્ધાળુઓ ટાટાનગર જઈ રહ્યા હતા. તેમને ટાટાનગરથી ટ્રેન પકડીને ગુજરાત જવાનું હતું.

મળેલી માહિતી અનુસાર ગુજરાતથી જૈન શ્રદ્ધાળુઓનું એક જૂથ રવિવારે શિખરજી પહોંચ્યું હતું. આ જૂથમાં 10 વાહનો હતાં. મોડી રાત્રે તમામ જૈન શ્રદ્ધાળુઓ શિખરજીથી ટાટાનગર જતી ટ્રેન પકડવા જઈ રહ્યા હતા. આ જ જૂથમાં સામેલ એક બસ અકસ્માતનો ભોગ બની હતી.

મધુબન પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્યાણ નિકેતન નજીક મુસાફરોથી ભરેલી બસ અનિયંત્રિત થઈને રસ્તા કિનારે આવેલા એક વૃક્ષ સાથે અથડાઈ ગઈ. ટક્કર બાદ બસ વિપરીત દિશામાં જઈને રસ્તા કિનારે આવેલા ખાડામાં એક તરફ નમીને લટકી ગઈ. અકસ્માતમાં ગુજરાતના સુરત નિવાસી બાબુલાલ વંશરાજ જૈન અને તેમની પત્ની બદામી દેવીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

જ્યારે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી બેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘણા મુસાફરો અંદર ફસાઈ ગયા હતા.

અકસ્મત બાદ બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ. ઘણા મુસાફરો બસની અંદર ફસાઈ ગયા, જ્યારે કેટલાક ઘાયલ મુસાફરો બસની બારીમાંથી કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા.

ઘટનાની જાણ થતાં જ મધુબન પોલીસ સ્ટેશનના પ્રભારી મણિલાલ સિંહ, ડુમરી એસડીઓપી આબિદ ખાન, પીરટાંડ પોલીસ સ્ટેશનના પ્રભારી જિતેન્દ્ર સિંહ સહિત આસપાસના પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળે પહોંચી.

સ્થાનિક ગ્રામજનોએ પણ રાહત અને બચાવ કાર્યમાં સહયોગ આપ્યો. પોલીસ અને ગ્રામજનોએ ભારે જહેમત બાદ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા. ત્યારબાદ ઘાયલોને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની મદદથી પીરટાંડ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચાડવામાં આવ્યા.

ત્યાં તબીબોની ટીમે ઘાયલોની સારવાર શરૂ કરી. ગંભીર રીતે ઘાયલ બે મુસાફરોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને વધુ સારી સારવાર માટે રેફર કરવામાં આવ્યા.

ડુમરી SDPO આબિદ ખાને જણાવ્યું કે શ્રદ્ધાળુઓનું આશરે 10 વાહનોનું જૂથ શિખરજીની યાત્રા પૂર્ણ કરીને ટાટા પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન જૂથમાં સામેલ એક બસ અનિયંત્રિત થઈને ઝાડ સાથે અથડાઈ ગઈ.

રસ્તાના કિનારે આવેલા ખાડામાં ફસાઈને બસ એક તરફ નમી ગઈ. અકસ્માતમાં પતિ-પત્નીનું મોત થયું છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ઘટના બાદ પોલીસે અકસ્માતગ્રસ્ત બસની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી અને અકસ્માતનાં કારણોની માહિતી મેળવવાનું શરૂ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *