રાજ કુંદ્રાએ પ્રેમાનંદ મહારાજને કરી આ ઓફર: જે સાંભળી તમારા પણ હોશ ઉડી જશે

ઘણા મોટા સેલિબ્રિટીસ, આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજને અનુસરે છે અને તેમને મળવા પણ જાય છે. થોડા સમય પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા હતા અને હવે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ ઉદ્યોગપતિ રાજ કુંદ્રા પણ ત્યાં પહોંચ્યા. બંને સેલિબ્રિટી અને પ્રેમાનંદ મહારાજ વચ્ચેની વાતચીતની આજકાલ લોકોમાં ચર્ચા ચાલી રહી છે. અહેવાલો અનુસાર, પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા પછી , રાજ કુંદ્રાએ મહારાજ પ્રેમાનંદને કિડની દાન કરવાની ઓફર કરી, ત્યારબાદ મહારાજે તેમને એવો જવાબ આપ્યો કે જેણે બધાનું દિલ જીતી લીધું.
પ્રેમાનંદ મહારાજ હંમેશા તેમના દિવ્ય જ્ઞાનને કારણે ચર્ચામાં રહે છે. તેમની દિનચર્યા અને ભક્તિ જોઈને ભક્તો આપમેળે આકર્ષિત થાય છે. ઘણા મોટા સેલેબ્સ પ્રેમાનંદ મહારાજને મળવા અને તેમના આશીર્વાદ લેવા જતા હોય છે. તાજેતરમાં, બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રા પણ મહારાજને મળવા અને તેમના આશીર્વાદ લેવા ગયા હતા. શિલ્પા શેટ્ટીએ પ્રેમાનંદને “રાધા જાપ” વિશે એક પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્નના જવાબમાં પ્રેમાનંદ મહારાજે જવાબ આપ્યો કે “રાધા જાપ નામ તેમને બધી મુશ્કેલીઓમાંથી મુક્ત કરશે અને જો તેઓ સંતોના શબ્દોનું પાલન કરશે, તો તેમનું જીવન બચી જશે.”
શિલ્પા શેટ્ટીની સાથે, રાજ કુન્દ્રાએ પણ પોતાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે મહારાજને કહ્યું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી તમને ફોલો કરું છું. જ્યારે પણ મને ડર લાગે છે, ત્યારે મને મારા બધા પ્રશ્નોના જવાબ તમારા વીડિયોમાંથી મળે છે. તમને જણાવી દઈએ કે, પ્રેમાનંદ મહારાજની બંને કિડની ફેલ થઈ ગઈ છે. તેમ છતાં, તેઓ છેલ્લા 10 વર્ષથી સંપૂર્ણપણે સ્વસ્થ છે. રાજ કુન્દ્રાએ મહારાજને તેમની એક કિડની દાન કરવા કહ્યું. તેમની આ વાત સાંભળીને ત્યાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. રાજ કુન્દ્રાને જવાબ આપતાં, પ્રેમાનંદ મહારાજે તેમને કંઈ વધારે કહ્યા વગર માત્ર એટલું કહ્યું કે, “મારા માટે એ મોટી વાત છે કે તમે ખુશ રહો.” મહારાજે આગળ કહ્યું કે “જ્યાં સુધી ભગવાનનો ફોન ન આવે ત્યાં સુધી આપણે આ દુનિયા છોડી શકતા નથી અને જ્યારે પણ ફોન આવશે ત્યારે આપણે અહીંથી જવું પડશે.”