Rainy weather: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત, સવારે છ થી બપોરે બાર વાગ્યા સુધીમાં 123 તાલુકામાં મેઘ ‘કહેર’

રાજ્યમાં ભર ઉનાળે ચોમાસું જામ્યુ હોય તેવી સ્થિતિ છે. અમદાવાદમાં ગઇકાલે રાત્રે ભારે વરસાદ વરસ્યા બાદ આજે સવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો..આજના વરસાદના જે આંકડા સામે આવ્યા છે તે અનુસાર સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીના 123 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખંભાતમાં 4.02 ઈંચ વરસાદ પડ્યો છે.

અમદાવાદના બાવળામાં 2.72 ઈંચ વરસાદ ખાબક્યો છે. બોરસદમાં 2.32 ઈંચ, વડોદરામાં 2.32 ઈંચ, ભાવનગરમાં 2.24 ઈંચ, ગુરુડેશ્વરમાં 2.17 ઈંચ, મહુધામાં 1.97 ઈંચ, ધોલેરામાં 1.85 ઈંચ, તારાપુરમાં 1.85 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં આજે અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે. મધ્યપ્રદેશ તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફ લાઇન બની છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો, Ahmedabad: શહેર અને જીલ્લામાં 8 સ્થળો પર મોકડ્રીલ, 8:30 થી 9:00 દરમિયાન બ્લેકઆઉટ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *