Weather update: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

રાજ્યમાં વાતાવરણમાં ભારે ગરમી વચ્ચે અચાનક પલટો આવતા અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં માવઠાને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.

વલસાડ અને સુરતમાં ભારે વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. વલસાડના ઉમરગામ તાલુકામાં વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.

નવસારી શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ જનજીવન પ્રભાવિત થયું હતું. પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા ઓવરબ્રિજ પાસે જ પાણી ભરાયું હતું. 110 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

ભારે પવન ફૂંકાતા કેરીના પાકને નુકસાનની ભીતિ

વ્યારા શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા બાદ કમોસમી વરસાદની શરૂઆત થઇ હતી. વ્યારા શહેરના મુસા રોડ અને મિશન નાકા નજીક ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ શરૂ થયો હતો. પવન સાથે વરસાદ પડતા કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

આ પણ વાંચો, Rahul Gandhi: ઝારખંડની MP-MLA કોર્ટે રાહુલ ગાંધીને બિનજામીનપાત્ર વોરંટ મોકલ્યું, જાણો શું છે મામલો?

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *