મેઘરાજાએ અમદાવાદને બાનમાં લીધુ! નીચાણવાળા વિસ્તારોમાં ભરાવવા લાગ્યા પાણી, 19 જિલ્લાઓમાં વરસાદી રેડ એલર્ટ 

પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારો  ભારે વરસાદના પગલે જળબંબાકાર થઈ ગયા છે. સતત ધોધમાર વરસાદના કારમે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ છે. પાણી ભરાતા મીઠાખળી અંડર પાસ બંધ કરાયો હોવાની પણ માહિતી છે. સાવચેતીના ભાગ રૂપે આ અંડપાસ બંધ કરાયો. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ છે. અમદાવાદમાં આજે સવારથી જ વળી પાછો ધોળે દિવસે અંધારપટ છવાયેલો હોવાનો માહોલ જોવા મળ્યો છે. સતત ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ અસર પામી છે. 

અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ જામેલો છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ બધા વચ્ચે વાસણા બેરેજના દરવાજા 1.5 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. 4737 ક્યુસક પાણી નદીમાં છોડવામાં આવતા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

અમદાવાદના આ વિસ્તારો પાણીમાં તરબોળ
જીવરાજપાર્ક, વેજલપુર, વાસણા, પ્રહલાદનગર, શિવરંજની, સેટેલાઈટમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. એસજી હાઈવે, બોડકેદેવ વિસ્તારમાં પણ વરસાદ છે. ઓઢવ, બાપુનગર, સહિત પૂર્વમાં ધમાકેદાર વરસાદ છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી પાણી  થયા છે. રસ્તાઓ જળબંબાકાર થયા છે. 

અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ ના વિસ્તારોમાં પાણી ભરાવવા લાગ્યા છે. થલતેજ, એસજી હાઇવે, દાણીલીમડા, પોશ વિસ્તાર પ્રહલાદનગર વગેરે જગ્યાએ પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે. પાણી ભરાવવાના કારણે ઠેર ઠેર વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. ગત રાત્રિથી વરસાદી માહોલ જામેલો છે. હજુ પણ અમદાવાદ, ગાંધીનગર સહિત 19 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ અપાયું છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ડૂબાડૂબ જોવા મળી રહ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *