નવરાત્રિના પ્રારંભથી લઈને દશેરા સુધી મેઘરાજા બોલાવશે ધબધબાટી! ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મેઘમહેર જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ અને પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલની અસર હેઠળ સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. સતત વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. રાજ્યમાં હજુ પણ સામાન્ય કરતાં 8 ટકા વરસાદની ઘટ છે, ત્યારે આ નવું વરસાદી રાઉન્ડ ઉભા કૃષિ પાક માટે ખૂબ જ સાનુકૂળ સાબિત થશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વિગતવાર આગાહી મુજબ આગામી 12 થી 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મેહસાણા તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે દ્વારકા, જામનગર અને પોરબંદરમાં સારો વરસાદ વરસી શકે છે.ગરબાના શોખીન ખૈલેયાઓ માટે આ સમાચાર ચિંતા વધારી શકે તેમ છે. અંબાલાલ પટેલની લાંબા ગાળાની આગાહી અનુસાર, 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે. નવરાત્રિના પ્રારંભથી લઈને સાતમ, આઠમ અને દશેરા સુધીના સમયગાળામાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદી વિઘ્ન આવી શકે છે. ઓક્ટોબર મહિનામાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે આગામી સમય માટે વિગતવાર વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, આગામી 12 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની વકી છે, જે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે સ્વરૂપમાં વરસી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *