બ્રિટનના રાજાના ભાઈ પ્રિન્સ એન્ડ્રયુની ધરપકડ! એપસ્ટીન ફાઈલ્સ મામલે મોટી કાર્યવાહી

એપસ્ટીન ફાઈલ્સના દસ્તાવેજો જાહેર થયા પછી રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. એપસ્ટીન ફાઈલ્સના દસ્તાવેજો સામે આવ્યા પછી દુનિયામાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરાતા બ્રિટેનના રાજા કિંગ ચાર્લ્સના નાના ભાઈ પૂર્વ પ્રિન્સ એન્ડ્રયુ માઉન્ટ બેટનની પોલીસે ધરપકડ કરી છે. એન્ડ્ર્યૂને પકડવા માટે પોસીના 8 જવાનો સાદા કપડામાં પહોંચ્યા હતા. આજે જ તેમના 66મા બર્થ ડેના દિવસે ધરપકડ થઈ છે.
એન્ડ્ર્યૂ પર યૌન ઉત્પીડનના અપરાધી રહેલા જેફરી એપસ્ટીનને સરકારી દસ્તાવેજો આપવાનો આરોપ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ એ તપાસ કરી રહી છે આખરે ક્યા ક્યા ખાનગી દસ્તાવેજો એપસ્ટીનને આપવામાં આવ્યા હતા.
થેમ્સ વેલી પોલીસે જણાવ્યું કે, તપાસ દરમિયાન નોરફોકમાં રહેતા 66 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેમના પર જાહેરપદોનો દુરુપયોગ કર્યાની આશંકા છે. પોલીસે બર્કશાયર અને નોરફોકમાં કેટલીક જગ્યાએ તપાસ પણ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલી વ્યક્તિ હજુ હિરાસતમાં છે. નિયમો મુજબ તેમનું નામ જાહેર નહીં કરવામાં આવે. લોકોને અપીલ છે કે આ સમાચાર પ્રકાશિત કરવા સમયે કોર્ટની અવમાનનાથી બચો.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો : આવકના પ્રમાણપત્ર માટે નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં, જાણો હવે કઈ રીતે મળશે