વડાપ્રધાન મોદી આજથી ઇઝરાયેલનાં બે દિવસનાં પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ઇઝરાયેલનાં બે દિવસનાં પ્રવાસે જશે. તેનો હેતુ અમેરિકા અને ઇરાનની વચ્ચે બગડતા સંબધો સહિત મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે  સંરક્ષણ અને વેપાર ક્ષેત્રમાં પરસ્પર સહકારને મજબૂત કરવાનો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરૃવારે બંને વડાપ્રધાનોની વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીતમાં સંરક્ષણ અને સુરક્ષા મુદ્દે સહકાર વધારવા અંગે ચર્ચા કરવામાં આવશે.મોદીના કાર્યક્રમોમાં ઇઝરાયેલની સંસદમાં સંબોધન કરવું, પોતાના ઇઝરાયેલી સમકક્ષ બેન્જામિન નેતનયાહુની સાથે અનેક મુદ્દાઓ પર મંત્રણા કરવી, પ્રમુખ આઇઝેક હર્ઝોગની સાથે એક બેઠકનો સમાવેશ થાય છે.

ઇઝરાયલ સાથે મુક્ત વેપાર કરાર પર ચર્ચા પણ આગળ વધવાની અપેક્ષા

ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પ્રવાસ બંને દેશોની વચ્ચે ઉંડી અને લાંબા સમયથી ચાલી રહેલી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.પીએમની મુલાકાત પહેલા ઇઝરાયલ સાથે મુક્ત વેપાર કરાર પર ચર્ચા પણ આગળ વધવાની અપેક્ષા છે. આ મુદ્દા પર ચાર દિવસીય બેઠક ચાલી રહી છે, જે 26 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે.

પીએમ મોદી ઇઝરાયલી સંસદને સંબોધિત કરશે

તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ઇઝરાયલી સંસદને સંબોધિત કરશે, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વ્યાપક વાટાઘાટો કરશે અને રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગને પણ મળશે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: હવે આ વસ્તુ પર લગાવ્યો 126 % ટેરિફ, ભારત સહિત આ દેશોને આપ્યો ઝટકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *