Pope Francis passes away: ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની ઉંમરે નિધન, આજે સવારે વેટિકનમાં અંતિમ શ્વાસ લીધા

કેથોલિક ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે. ફેફસાના ઇન્ફેક્શનને કારણે તેમને 5 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 14 ફેબ્રુઆરીના રોજ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા અને એનિમિયાની પણ સારવાર ચાલી રહી હતી.
સારવાર દરમિયાન કેથોલિક ચર્ચના હેડક્વાટર વેટિકને કહ્યું હતું કે પોપના બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં કિડની ફેઇલ હોવાના લક્ષણો જોવા મળ્યા હતા. સાથે જ, પ્લેટલેટ્સ પણ ઘટી ગયા હોવાની જાણકારી મળી હતી. જોકે પછી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા,
પોપ ફ્રાન્સિસ એક આર્જેન્ટિનાના જેસુઈટ પાદરી હતા જે 2013માં રોમન કેથોલિક ચર્ચના 266મા પોપ બન્યા. તેમને પોપ બેનેડિક્ટ સોળમાના અનુગામી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસ 1,000 વર્ષમાં કેથોલિક ધર્મમાં સર્વોચ્ચ પદ પર પહોંચનારા પ્રથમ બિન-યુરોપિયન હતા.
પોપનો જન્મ 17 ડિસેમ્બર, 1936ના રોજ આર્જેન્ટિનાના ફ્લોરેસ શહેરમાં થયો હતો. પોપ બનતા પહેલા તેઓ જોર્જ મારિયો બર્ગોગ્લિયોના નામથી જાણીતા હતા. પોપ ફ્રાન્સિસના દાદા-દાદી સરમુખત્યાર બેનિટો મુસોલિનીથી બચવા માટે ઇટાલી છોડીને આર્જેન્ટિના ગયા. પોપે તેમના જીવનનો મોટાભાગનો સમય આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસમાં વિતાવ્યો હતો.
આ પણ વાંચો. Siddhpur: ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર ખાનગી બસ, ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત, આટલા જણનાં મોત, 17 ઘાયલ