Siddhpur: ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર ખાનગી બસ, ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત, આટલા જણનાં મોત, 17 ઘાયલ

ગુજરાતમાં આજે અકસ્માતની જાણે હારમાળા સર્જાઇ છે. સુરત, વડોદરા અને સિદ્ઘપુર હાઇવે પર રોડ અકસ્માત સર્જાયો  છે. જુદા જુદા અકસ્માતમાં કુલ 6નાં મોત થયા છે. જ્યારે 20થી વધુ ઘાયલ થયા છે.

વડોદરામાં નેશનલ હાઈવે પર બસ ટ્રકમાં ધુસી જતાં  ભયંકર  અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી સવારે  વડોદરા નેશનલ  હાઇવેની ગોલ્ડ ચોકડી પર    અકસ્માત સર્જાયો હતો. ટ્રક પાછળ સ્પીડમાં આવતી  ખાનગી બસ ઘૂસી જતા ચિચયારી મચી ગઇ હતી. સાત લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતાં.

 સુરતના કામરેજમાંમાં ચાર વાહનોની અંદરો અંદર ટક્કરતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત થયું છે અને બેને ઇજા પહોચી છે. અહીં   પોલીસ વાન સહિત ચાર  ચાર વાહનોએ  ટક્કર મારતા બે પોલીસકર્મીને ઈજા પહોંચી હતી જેને  સારવાર હોસ્પિટલ લઇ જવાયા હતા. અકસ્માતમાં એક વાહન ચાલકનું  મોત મૃત્યુ થયું છે. અકસ્માત બાદ ટ્રેલર ચાલક  ફરાર થઇ ગયો હતો. રાજસ્થાન પાસીંગ ટ્રકે કહેર વર્તાવ્યો હતો.

 ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર ખાનગી બસ, ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના મોત, 17 લોકો ઘાયલ થયા છે. બાલોતરાથી સુરત જતી ખાનગી બસને અકસ્માત નડ્યો છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

આ પણ વાંચો, BCCI Central Contract: સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર, આ ખેલાડીઓ A + કેટેગરીમાં

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *