Nepal: નેપાળમાં રાજકીય સંકટ, દેશમાં તણાવ વચ્ચે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ આપ્યું રાજીનામુ

નેપાળમાં વિદ્યાર્થીઓના મોટા વિરોધ પ્રદર્શન વચ્ચે, પીએમ કેપી શર્મા ઓલીએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. અહેવાલ મુજબ તેઓ  દુબઈ જઇ શકે છે. નેપાળી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી સારવાર માટે દુબઈ જઈ શકે છે. નેપાળી વડાપ્રધાન દુબઈ જવાની શક્યતા અંગેનો અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે નેપાળમાં ડઝનબંધ સ્થળોએ બીજા દિવસે પણ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને હિંસા ચાલુ છે. બીજી તરફ, નેપાળ સરકારના ગૃહમંત્રી, આરોગ્યમંત્રી અને કૃષિમંત્રી સહિત 10 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે, પરંતુ વિરોધીઓ વડા પ્રધાન ઓલીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. દેશ છોડીને દુબઈ જવાની તેમની યોજના અંગે માહિતી વડા પ્રધાન ઓલીના નજીકના સૂત્રો પાસેથી મળી રહી છે.

નેપાળમાં વિદ્યાર્થીઓનો ભારે વિરોધ સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યો છે. નેપાળની કેપી શર્મા ઓલી સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. દેશભરમાં યુવાનો દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ પ્રદર્શનો બાદ સોમવારે મોડી રાત્રે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી પણ યુવાનો સહમત નથી. તેઓ પીએમ ઓલીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. નેપાળી યુવાનોએ પીએમ પ્રચંડ અને ભૂતપૂર્વ પીએમ શેર બહાદુર દેઉબાના ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. Gen Zનું વિરોધીઓની પોલીસ સાથે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા.

આ પણ વાંચો,  અમદાવાદના નારોલમાં વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી દંપત્તિનું મોત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *