PM મોદીનું રાષ્ટ્રને સંબોધન શરૂ: કહ્યું- આવતીકાલથી દેશમાં GST બચત મહોત્સવ; દરેક પરિવારની ખુશીમાં વધારો થશે

વડાપ્રધાને તેમના સંબોધનમાં સૌથી પહેલા સૌ કોઇને નવરાત્રીની શુભકામના પાઠવી હતી.. તેમણે એક મોટુ એલાન કરતા કહ્યું કે 22 સપ્ટેમ્બરથી સૂર્યોદય સાથે જ GST રિફોર્મ લાગુ થઇ જવાનો છે.. બીજી રીતે કહીએ તો દેશમાં જીએસટી બચત ઉત્સવ શરૂ થશે. આ જીએસટી ઉત્સવમાં આપની બચત વધશે અને આપ આપની પસંદગીની વસ્તુઓ ખુબજ સરળતાથી ખરીદી શકશો. આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, દુકાનદાર, ઉદ્યમીઓ વગેરે આ બધાને બચત ઉત્સવનો ખુબજ ફાયદો થશે. એટલે કે તહેવારોની આ સિઝનમાં સૌનું મો મીઠુ થશે. સૌની ખુશીઓ વધશે.હું દેશના કરોડો લોકોને શુભકામા પાઠવું છું.
અત્યાર સુધીની દેશના લોકો વિવિધ પ્રકારના ટેક્સની જાળમાં ફસાયેલા હતા.. એક શહેરથી બીજા શહેર માલ મોકલવો હોય તો કેટલીયે ચેક પોસ્ટ પાર કરવી પડતી હતી.. કેટલાય ફોર્મ ભરવા પડતા હતા.. દરેક જગ્યાએ ટેક્સના અલગ-અલગ નિયમો હતો.. મને યાદ છે જ્યારે 2104માં દેશની જનતાએ મને વડાપ્રધાન પદની જવાબદારી સોંપી હતી.. અને અમે જનહિતમાં દેશહિતમાં જીએસટીને દેશની પ્રાથમિકતા બનાવી.. અમે દરેક રાજ્યોની શંકાનું નિવારણ કર્યુ.. દરેક રાજ્યોને સાથે લઇને આઝાદ ભારતનું આટલું મોટું ટેક્સ રિફોર્મ થઇ શક્યું.. આ કેન્દ્ર અને રાજ્યના પ્રયાસોનું પરિણામ હતું કે દેશ ડઝનબંધ ટેક્સના જાળમાંથી મુક્ત થયો.. અને વન નેશન વન ટેક્સનું સ્વપ્ન સાકાર થયું..
હવે ફક્ત 5 ટકા અને 18 ટકાના જ ટેક્સ સ્લેબ રહેશે.. અને રોજબરોજની જીવન જરૂરી વસ્તુઓ ખુબજ સસ્તી થઇ જશે.. ખાવા પીવાની ચીજો, દવાઓ, બ્રશ જેવી અનેક વસ્તુઓ કાંત ટેક્સ ફ્રી હશે અથવા તો ફક્ત 5 ટકાજ ટેક્સ ભરવો પડશે.. જે સામાન પર પહેલા 12 ટકા ટેક્સ ભરવો પડતો હતોતેમાંથી 99 ટકા વસ્તુઓ હવે 5 ટકા ટેક્સના દાયરામાં આવી ગઇ છે.. સાથીઓ છેલ્લા 11 વર્ષમાં દેશમાં 25 કરોડ લોકોએ ગરીબીને પરાસ્ત કરી છે.
સાથીઓ અમે નાગરિક દેવો ભવના જે મંત્ર સાથે આગળ વધી રહ્યા છે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મમાં તેની સ્પષ્ટ ઝલક જોવા મળે છે.. છેલ્લા એક વર્ષમાં જે નિર્ણય લેવાયા છે તેનાથી દેશના લોકોને અઢી લાખ કરોડથી વધારેની બચત થશે.. તેથીજ હું કહું છું કે આ બચત ઉત્સવ છે.. વિકસિત ભારતના પથ પર ચાલવા માટે આપણે આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય હાંસલ કરવાનું છે..
આપણે જે વસ્તુઓ દેશમાં બનાવી શકીએ છીએ તે વસ્તુ દેશમાં જ બનાવી જોઇએ.. જીએસટીના દર ઘટવાથી અને નિયમ અને પ્રક્રિયાઓ વધુ સરળ બનવાથી આપણા લઘુ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોને ખુબજ ફાયદો થશે.. તેમનું વેચાણ વધશે અને તેમને ડબલ ફાયદો થશે અને એટલે જ આજે લઘુ ઉદ્યોગ હોય કે કુટિર ઉદ્યોગ હોય કે સુક્ષ્મ ઉદ્યોગ હોય બધા પાસે ખુબ જ અપેક્ષાઓ છે.. આપણા લઘુ ઉદ્યોગ જે કંઇ બનાવે તે દુનિયામાં બેસ્ટ હોય તે દુનિયામાં ભારતની ઓળખ બનાવે તેવી હોય તે લક્ષ્યને આપણે હાંસલ કરવાનું છે.
દેશને સ્વદેશીના મંત્રથી જ શક્તિ મળશે.. આજે આપણી રોજબરોજની જિંદગીમાં વિદેશી વસ્તુઓ જોડાઇ ગઇ છે. આપણે આનાથી પણ મુક્તિ મેળવવાની છે.. આપણે એ વસ્તુઓ ખરીદીએ જે મેડ ઇન ઇન્ડિયા હોય ..જેમાં આપણા દેશના લોકોની મહેનત હોય, તેમનો પરસેવો હોય .. આપણે દરેક ઘરને સ્વદેશીની ઓળખ બનાવવાનુ છે.. ગર્વથી કહો હું સ્વદેશી સામાનનો ઉપયોગ કરુ છું..આ દરેક ભારતીયનો મિજાજ બનવો જોઇએ. મારી દરકે રાજ્ય સરકારોને પણ અપીલ છે કે સ્વદેશીના અભિયાન સાથે પોતાના રાજ્યમાં મેન્યુફેક્ચરિંગને ગતિ આપે અને પુરા ઉત્સાહથી આમાં જોડાય અને રોકાણ માટે માહોલ બનાવે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને આગળ વધશે ત્યારે ભારતનું દરેક રાજ્ય વિકસિત થશે.
આ પણ વાંચો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે