PM મોદી આજે સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, જાણો સમગ્ર શિડ્યુલ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ અને સાણંદની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમનને લઈને શહેર તેમજ સાણંદ વિસ્તારમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન બપોરે અંદાજે 2:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવશે. ટૂંકા વિરામ બાદ તેઓ સાણંદ જવા રવાના થશે.
આ સાથે બપોરે લગભગ 2:55 વાગ્યે વડાપ્રધાન હેલિકોપ્ટર દ્વારા સાણંદ પહોંચશે. અહીં તેઓ સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ખાસ કરીને માઇક્રોન કંપની દ્વારા સ્થાપિત પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે અને ચિપ ઉત્પાદનની સત્તાવાર શરૂઆત કરાવવામાં આવશે.
મહત્વનું છે કે, આ પ્લાન્ટમાં બનનારી સેમી કન્ડક્ટર ચિપ્સ આધુનિક AI ટેક્નોલોજી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેશની અંદર ચિપનું ઉત્પાદન શરૂ થવાથી વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટશે અને ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાનને વધુ મજબૂતી મળશે. આ પગલું ભારતને ટેક્નોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
સાણંદમાંવડાપ્રધાનનો રોડ શો પણ યોજાશે. અંદાજે 50 હજારથી વધુ લોકો આ રોડ શોમાં હાજરી આપશે તેવી શક્યતા છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અને વ્યવસ્થાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સાણંદનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી દિલ્હી જવા માટે રવાના થશે. આ મુલાકાત વિકાસ, ટેક્નોલોજી અને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:રાજસ્થાનના 3 શહેરોના નામ બદલાયા: જાણો માઉન્ટ આબુની હવે નવી ઓળખ શું હશે?