PM Modi in Gujarat: PM મોદી વનતારાની મુલાકાત બાદ બપોરે પહોંચશે સોમનાથ, મંદિરમાં કરશે મહાદેવના દર્શન

પીએમ મોદી તાજેતરમાં ગુજરાતના પ્રવાસે છે અને આજના કાર્યક્રમ અનુસાર તેઓ વહેલી સવારે જામનગરમાં વનતારાની મુલાકાત લેવા પહોંચી ગયા છે. વનતારા પ્રોજેક્ટ હેઠળ 200થી વધુ હાથીઓ, હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપ અને પક્ષીઓને બચાવાયા છે. જામનગરમાં રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન વહેલી સવારે જ વનતારા પહોંચી ગયા હતા. જ્યાં અંબાણી પરિવાર વતી મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. પીએમ મોદી તાજેતરમાં ગુજરાતના પ્રવાસે છે અને આજના કાર્યક્રમ અનુસાર તેઓ વહેલી સવારે જામનગરમાં વનતારાની મુલાકાત લેવા પહોંચી ગયા છે.
વનતારા રિલાયન્સ ફાઉન્ડેશનનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ભારતનો પ્રથમ પ્રોજેક્ટ છે જ્યાં ઈજાગ્રસ્ત, ત્યજી દેવાયેલા અને શિકાર થયેલા પ્રાણીઓને બચાવવા, સારવાર આપવા, સાચવવા તથા તેમના પુન:વસવાટ પર ધ્યાન અપાય છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના તરીકે વનતારા પ્રોજેક્ટની શરૂઆત કરાઈ હતી. જામનગરમાં રિલાયન્સની રિફાઈનરીના 3000 એકરના ગ્રીનબેલ્ટમાં આ રેસ્ક્યૂ સેેેેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ મંદીરના દર્શને પધારશે. બપોરે બે કલાકે સોમનાથ હેલીપેડ પહોંચશે. વહેલી સવારથી જ સોમનાથ મંદીરે જડબેસલાક પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે.
આ પણ વાચો, Ahmedabad: કેન્દ્રીય રેલવે મંત્રીએ કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરી