Ahmedabad: કેન્દ્રીય રેલવે મંત્રીએ કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી ખૂબ જ ઝડપી ચાલી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, કાલુપુર રેલવે સ્ટેશનનું કામ ખૂબ જ ઝડપી ચાલી રહ્યું છે. આ રેલવે સ્ટેશન ચાર વર્ષમાં બનીને તૈયાર કરવાનો સમય છે, પરંતુ સાડા ત્રણ વર્ષમાં જ આ રેલવે સ્ટેશન બની જાય તેવી ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન બનાવવા માટે હાલમાં કામગીરી ચાલે છે જેમાં કવોલેટીમાં કોઈ સમાધાન નહીં થાય જેથી ઝડપી કામગીરી કરવાની સાથે ક્વોલિટીમાં પણ ધ્યાન રાખવામાં આવશે. વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવા મોર્ડન અને સ્ટ્રકચરલ ડિઝાઇનની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનમાં બેઝમેન્ટની કામગીરી ચાલી રહી છે જેમાં એક બાદ એક માળ બની રહ્યા છે. ટ્રેનની સાથે મેટ્રો ટ્રેન અને અન્ય ટ્રાન્સપોર્ટ સેવા પણ આ રેલવે સ્ટેશનમાં મળી રહેશે જેના કારણે મુસાફરોને શહેરમાં કોઈપણ સ્થળે ટ્રાન્સપોર્ટેશન મારફતે જવું હશે તો સરળતાથી પહોંચી શકશે.

કાલુપુર રેલવે સ્ટેશનના ડિઝાઇન અને દેખાવને લઈને માહિતી આપતા જણાવ્યું હતું , અમદાવાદ શહેર હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. ત્યારે શહેરીજનોના પણ અનેક સૂચનો આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું હતું , જે રેલવે સ્ટેશન બનાવવામાં આવે તે ત્યાંની ઓળખ ધરાવતું હોય તેવું સ્ટેશન બનાવવામાં આવે જેથી અમદાવાદના રેલવે સ્ટેશનમાં ગુજરાતની સંસ્કૃતિની ઓળખ દેખાય તેવા પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ રીવ્યુ કરવામાં આવ્યો હતો. ઊંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ રેલવે સ્ટેશનની આર્કિટેક ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનના ગેટને તોરણ પ્રકારનું અને હેરિટેજ લુક ધરાવતું હોય તેવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. ચાલુ વર્ષે 17000 કરોડથી વધુનું બજેટ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે. ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી લગભગ 97 ટકા પૂર્ણ થઈ ગઈ છે. આગામી એક મહિનામાં 100 ટકા કામગીરી પૂર્ણ થઇ જશે. નવા રેલવે સ્ટેશન, બુલેટ ટ્રેન, નવી ટ્રેનોથી લઈને વગેરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતનું કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, બૉલીવુડ અભિનેત્રી આયશા શર્માએ બાથરૂમમાં લીધી સેલ્ફી, હોટ તસવીરો જોઈ ફેન્સ પાણી-પાણી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *