પુતિન સાથે ચીનમાં મુલાકાત પહેલા જ પીએમ મોદીએ ઝેલેન્સકી સાથે કરી વાત, જાણો શું થઈ ચર્ચા

Oplus_131072

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળતા પહેલા યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી. PM મોદીએ ‘X’ પર પોસ્ટ કરીને આ વાતચીતની જાણકારી આપી, જેમાં તેમણે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતનું સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત પર 50% સુધીના આકરા ટેરિફ લાદ્યા છે, જેનાથી ભારત-અમેરિકાના સંબંધોમાં તણાવ વધ્યો છે.

PM મોદીએ પોતાના ઓફિશિયલ ‘X’ એકાઉન્ટ પર આ ફોન કોલ વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે તેમણે અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુક્રેન સંઘર્ષ, તેના માનવતાવાદી પ્રભાવો અને શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું. આ વાતચીતમાં PM મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત યુક્રેનમાં શાંતિ લાવવા માટેના તમામ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા પણ એક નિવેદન જારી કરીને આ વાતચીતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં બંને દેશો વચ્ચે ભાગીદારી વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *