‘મને કંઇ થયું તો મારી જવાબદારી’, જ્યારે PM મોદીએ સંભળાવ્યો ગોધરા કાંડનો કિસ્સો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત પૉડકાસ્ટ દ્વારા પોતાની અજાણી વાતોનો ખુલાસો કર્યો છે. પૉડકાસ્ટ પર આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ મુદ્દા પર ખુલીને વાત કરી હતી. પૉડકાસ્ટર અને જેરોધા કંપનીના કો-ઓનર નિખિલ કામથ સાથે વાતચીતમાં વડાપ્રધાન મોદીએ ગોધરા કાંડ પર પણ ખુલીને વાત કરી હતી.

ઝઘડો કરીને ગોધરા ગયા હતા મોદી

PM મોદીએ કહ્યું કે, ‘2002માં ગોધરા કાંડના સમયે હું વિધાનસભામાં બેઠો હતો ત્યારે ઘટનાની જાણકારી મળી તો મે ગોધરા જવાનો નિર્ણય કર્યો હતો.’PM મોદીએ કહ્યું કે તે સમયે અમારી પાસે હેલિકોપ્ટર નહતું. મે સુરક્ષાકર્મીઓને કહ્યું કે ક્યાકથી હેલિકોપ્ટર લાવો ત્યારે ONGCનું હેલિકોપ્ટર મળ્યું પરંતુ તેને ત્યાં જવાનો ઇનકાર કર્યો કારણ કે તેનું એન્જિન સિંગલ હતું. ONGCએ કહ્યું કે VIPને તેમાં મુસાફરી કરાવી શકાય તેમ નથી. મોદીએ કહ્યું કે હું VIP નથી અને હું લખીને આપું છું કે જો કંઇ થાય છે તો મારી જવાબદારી હશે અને પછી હું ત્યાં ગયો.’

સુરક્ષાદળોને મારી ચિંતા થતી હતી- મોદી

PM મોદીએ કહ્યું કે,’ તે સમયે પાંચ જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ થયા હતા. સ્થિતિ પણ યોગ્ય નહતી. એક મુખ્યમંત્રી તરીકે મેં કહ્યું કે હું પોલીસ કંટ્રોલ રૂમમાં જવા માંગુ છું પરંતુ સિક્યુરિટીએ જવા દીધા નહતા. સુરક્ષાકર્મીઓને આ વાતનો ડર હતો કે કંઇ થઇ ગયું તો, તેમ છતાં મેં કહ્યું કે, હું ત્યાં જઇશ.’

‘સત્ય સામે આવે જ છે’- PM મોદી

મહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં ગોધરાકાંડ પર એક ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ફિલ્મને જોઇને PM મોદીએ ફિલ્મના વખાણ કર્યા હતા અને સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરતા લખ્યુ કે, ‘સત્ય સામે આવે જ છે’.PM મોદીએ કહ્યું હતું કે, સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે, તે પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ તેને જોઈ શકે. ખોટા ખ્યાલ થોડા સમય માટે જ ટકી શકે છે, આખરે તથ્યો બહાર આવે છે.

27 ફેબ્રુઆરી 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસની S6 બોગીમાં આગ લાગી હતી અને 59 કાર સેવકોના મોત થયા હતા. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. ગુજરાતમાં જ્યારે આ ઘટની બની ત્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *