આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે PM મોદી, જાણો કાર્યક્રમ

PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જામનગર આજે રાત્રે વડાપ્રધાન મોદી આવશે. સોમનાથ વિરાસતના 75 વર્ષની ઉજવણીમાં સહભાગી થશે. ત્યાર બાદ તેઓ વડોદરા ખાતે સરદાર ધામનું લોકાર્પણ કરશે.
PM નરેન્દ્ર મોદી જામનગર આવી રહ્યા છે. આજે રાત્રે તેઓ જામનગર પહોચવાના છે ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. સર્કિટ હાઉસ ને પોલીસ દ્વારા કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. જામનગર રાત્રી રોકાણ બાદ સવારે પીએમ મોદી સોમનાથ મંદિરે જશે. સોમનાથ મહાદેવ મંદિરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂજા અર્ચના કરશે. સોમનાથ વિરાસતના 75 વર્ષની ઉજવણીમાં સહભાગી થશે. ત્યારબાદ વડોદરા ખાતે સરદાર ધામનું લોકાપર્ણ કરશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10 અને 11 મે ના જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમનને વધાવવા માટે સમગ્ર શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશનથી લઈ લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર રૂટને ઝળહળતી રોશનીથી સજાવવામાં આવ્યો છે. શહેરના મુખ્ય સ્થળો જેવા કે દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ તથા મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઈટિંગ અને અવનવી રોશની દ્વારા દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. આ સાથે જ દરેક મુખ્ય સર્કલ પર વડાપ્રધાનના નેતૃત્વમાં અમલી બનેલી જન-ઉપયોગી યોજનાઓની સફર દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન પણ યોજાઇ રહ્યું છે.