ઈરાનના રાષ્ટ્રપતિને મળ્યા પીએમ મોદી:યુદ્ધ પછી પ્રથમ મુલાકાત; SCO સમિટ માટે બંને નેતાઓ કિર્ગિસ્તાન પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિર્ગિસ્તાનના બિશ્કેકમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાન સાથે મુલાકાત કરી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા પછી બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત છે.
બંને નેતાઓએ બિશ્કેકમાં દ્વિપક્ષીય બેઠક કરી. મોદી SCO સમિટમાં ભાગ લેવા માટે કિર્ગિસ્તાન પહોંચ્યા છે. પજશકિયાન પણ સમિટમાં ભાગ લેવા માટે બિશ્કેક પહોંચ્યા છે.
પીએમ મોદીએ સોમવારે બિશ્કેકમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ પીએમએ ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકો સાથે વાત કરી.
પીએમ કિર્ગિસ્તાનમાં આયોજિત SCO સમિટમાં ભાગ લેવા બિશ્કેક પહોંચ્યા છે. આ SCOના 25 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત સંમેલન છે.
આ વખતે થીમ છે- શાશ્વત શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ માટે સાથે મળીને આગળ વધવું. આ સમિટમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, ઈરાન સહિત 10 સભ્ય દેશોના નેતાઓ ભાગ લેશે. PM મોદી ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
2017માં ભારત અને પાકિસ્તાન પૂર્ણ સભ્ય બન્યા. પછી 2023માં ઈરાન અને 2024માં બેલારુસ તેમાં સામેલ થયા. સમિટ દરમિયાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરશે.
મોદી બિશ્કેકમાં યોજાનારી 6ઠ્ઠી વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ ભાગ લેશે.કિર્ગિસ્તાનના બિશ્કેકમાં પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી.
SCO સમિટ દરમિયાન આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પાશિન્યાન અને ભારતીય પીએમ મોદી વચ્ચે બેઠક થઈ. આ દરમિયાન પાશિન્યાને મોદીને આર્મેનિયા આવવાનું આમંત્રણ આપ્યું.
4 મુદ્દામાં જાણો ભારત માટે SCO સમિટ શા માટે મહત્વપૂર્ણ છે…
ખનિજોનો ભંડાર: ભારત લાંબા સમયથી મધ્ય એશિયાના દેશો સાથે પોતાના સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મધ્ય એશિયા તેલ, ગેસ, યુરેનિયમ અને અન્ય મહત્વપૂર્ણ ખનિજોનો મોટો ભંડાર છે.
ઊર્જા જરૂરિયાત: ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે આ ક્ષેત્રના દેશો સાથે સહયોગ વધારવા માંગે છે.
નવા બિઝનેસ રૂટ: ભારત મધ્ય એશિયાના દેશો સાથે વેપાર પણ વધારવા માંગે છે. આ માટે તે નવા વેપાર અને પરિવહન માર્ગો વિકસાવવા પર કામ કરી રહ્યું છે.
આતંકવાદ વિરુદ્ધ અભિયાન: અફઘાનિસ્તાનની સ્થિતિ અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર પણ ભારત આ દેશો સાથે સહયોગ વધારી રહ્યું છે.