PM મોદી-જિનપિંગ-પુતિન… SCO સમિટમાં નવી મહાસત્તાના ત્રણેય નેતાઓ મળ્યા! ટ્રમ્પ જોઇને ભડકે બળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન SCO પ્લેટફોર્મ પર એકસાથે જોવા મળ્યા. ત્રણેય નેતાઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા. આ દરમિયાન ત્રણેય દેશોની ત્રિપુટી રાજદ્વારી જોવા મળી હતી. આ ત્રણેય દેશો એકબીજામાં સહયોગ વધારવા પર ભાર મૂકી રહ્યા છે. 

SCO સમિટમાં સભ્ય દેશોના નેતાઓનું ઔપચારિક ગ્રુપ ફોટો સેશન યોજાયું હતું, જેમાં PM મોદી શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે આગળની હરોળમાં જોવા મળ્યા હતા. સમિટ પહેલા, જિનપિંગ અને તેમની પત્ની પેંગ લિયુઆને આંતરરાષ્ટ્રીય મહેમાનો માટે એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *