PM મોદીએ સેલવાસમાં નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું, 2587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

PM મોદી 2-3 માર્ચે ગીર અને જામનગર આવ્યા બાદ આજે (7 માર્ચ, 2025) ફરી ગુજરાત પહોંચી ચૂક્યા છે.આમ તેઓ 4 દિવસમાં બીજી વાર ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે.. સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે. તેમને આવકારવા માટે સુરત શહેર થનગની રહ્યું છે અને નવા રંગરૂપ પણ ધારણ કરી લીધા છે. તો બીજી તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે છે.

PM મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ પર પહોંચતા સીઆર પાટીલ સહિતના આગેવાનોએ મોદીને આવકાર્યા હતા. પીએમ અહીંથી સીધા હેલીકોપ્ટર મારફત સેલવાસ પહોંચ્યા છે. અહીં 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાને રોડ શો યોજી લોકોનું અભિવાનદ ઝીલ્યું હતું. સેલવાસમાં જાહેરસભાને સંબોધન કરી સંઘપ્રદેશને હજાર કરોડના વિકાસ કામોની ભેંટ આપશે. સેલવાસ પધારેલા વડાપ્રધાનના હસ્તે દમણ, દીવ અને દાદરા નગર હવેલીના રૂ. 2587 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફૂલ પટેલે કહ્યું હતું કે, સંઘપ્રદેશના વિકાસ માટે છેલ્લા દસ વર્ષ દરમિયાન 13 હજાર કરોડ કરતા વધુ રૂપિયા મળ્યા છે.

આ પણ વાંચો, Ahmedabad: ઈનોવેટર્સ અને બિઝનેસમેનને એકસાથે લાવતો કાર્યક્રમ ‘પેનલ ડિસ્કશન’ યોજાયો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/streams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *