વિકસિત ગુજરાત 2047 : $3.5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માસ્ટર પ્લાન જાહેર, આખા રાજ્યનો બદલાઈ જશે નકશો!

ગુજરાત સરકારે વિકસિત ગુજરાત વિકસિત ગુજરાત 2047 માટે ગુજરાત સરકારે ઔદ્યોગિક વિકાસનો મહત્ત્વાકાંક્ષી રોડમૅપ જાહેર કર્યો છે. ગુજરાતને 3.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા રાજ્યવ્યાપી આર્થિક માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે.ગુજરાતને વૈશ્વિક રોકાણ અને ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવા નવી ઔદ્યોગિક નીતિ પર ભાર મુકવામાં આવ્યો છે. હાઈ ટેક અને મૂલ્યવર્ધિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપી લો માર્જિન ઉદ્યોગો પરની નિર્ભરતા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની નિકાસ ક્ષમતા વધારવા અને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે વધુ મજબૂત જોડાણનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.

  • ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 હેઠળ સ્ટાર્ટઅપ્સને વ્યાપક સહાયની જાહેરાત
  • પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સને દર મહિને 25000 રૂપિયાનું નિર્વાહ ભથ્થું એક વર્ષ સુધી મળશે
  • મહિલા સહસ્થાપક ધરાવતા સ્ટાર્ટઅપ્સને દર મહિને 30000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે
  • હાઇ ટેક ફિનટેક બાયોટેક અને ગ્રીન સ્ટાર્ટઅપ્સને બે વર્ષ સુધી વિસ્તૃત સહાય
  • સ્ટાર્ટઅપ્સને 30 લાખ રૂપિયા સુધીની સીડ સહાય ઉપલબ્ધ
  • સામાજિક અસર ધરાવતા સ્ટાર્ટઅપ્સને વધારાના 10 લાખ રૂપિયાનું પ્રોત્સાહન
  • હાઇ ટેક ફિનટેક ડિસરપ્ટિવ ટેકનોલોજી અને ગ્રીન સ્ટાર્ટઅપ્સને વધારાના 10 લાખ રૂપિયા
  • એક સ્ટાર્ટઅપને કુલ 50 લાખ રૂપિયા સુધીની સીડ સહાય મળી શકશે
  • ટર્મ લોન પર વ્યાજ સબસિડીમાં વધારાનો 1 ટકા લાભ
  • વ્યાજ સબસિડી કુલ 9 ટકા સુધી ઉપલબ્ધ
  • એક્સેલરેશન પ્રોગ્રામમાં ભાગ લેવા માટે 5 લાખ રૂપિયા સુધીની સહાય
  • સોફ્ટ સ્કિલ વિકાસ માટે 1 લાખ રૂપિયા સુધીની સહાય
  • ભારત ઇઝરાયલ ઇનોવેશન બ્રિજ જેવા આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન
  • પ્રોટોટાઇપિંગ માર્કેટિંગ અને પાઇલોટિંગ માટે 1 કરોડ રૂપિયા સુધીના પ્રોત્સાહનો
  • સ્ટાર્ટઅપ્સ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ થશે
  • તમામ યોજનાઓ પ્રોત્સાહનો અને મંજૂરીઓ માટે એક જ પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે
  • યુવાનો નવપ્રવર્તકો અને પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોને મળશે સીધો લાભ
  • ગુજરાતને વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ બનાવવા સરકારનો મોટો પ્રયાસ
  • ગુજરાતને વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ બનાવવા સરકારનો મોટો પ્રયાસ

ગુજરાત સરકારનો શ્રમિકો અને કામકાજી મહિલાઓ માટે મોટો નિર્ણય

  • ઉદ્યોગ વિસ્તારોમાં વર્કફોર્સ માટે આધુનિક રહેણાંક સુવિધાઓને પ્રોત્સાહન
  • કામકાજી મહિલાઓની ભાગીદારી વધારવા માટે વર્કિંગ વુમન હોસ્ટેલ અને ડોર્મિટરી વિકાસ પર ભાર
  • મેન્યુફેક્ચરિંગ હબ અને ઔદ્યોગિક વિસ્તારો નજીક સુરક્ષિત અને આધુનિક હોસ્ટેલ સુવિધાઓ ઉભી કરાશે
  • કોમન ડોર્મિટરી લેબર હોસ્ટેલ અને વર્કિંગ વુમન હોસ્ટેલ માટે પ્રોજેક્ટ ખર્ચના 80 ટકા સુધી સહાય
  • મહત્તમ 40 કરોડ રૂપિયા સુધીની સહાયનો લાભ મળશે
  • ખાનગી ઔદ્યોગિક પાર્કમાં હોસ્ટેલ અથવા ડોર્મિટરી સ્થાપન માટે 40 ટકા સુધી સહાય
  • 5 કિલોમીટર વિસ્તારની અંદર આવેલી વર્કિંગ વુમન હોસ્ટેલ ડોર્મિટરી અને લેબર હોસ્ટેલના વિકાસ ખર્ચને પણ માન્યતા
  • જીઆઈડીસી વિવિધ વિકાસ મોડલ દ્વારા ઉદ્યોગોને હોસ્ટેલ સુવિધા ઉભી કરવામાં સહકાર આપશે
  • મહિલાઓ માટે સુરક્ષિત સુલભ અને ગુણવત્તાયુક્ત રહેણાંક વ્યવસ્થા ઉભી કરવાનો સરકારનો પ્રયાસ
  • મહિલાઓને રોજગાર અને વ્યાવસાયિક તકોમાં વધુ ભાગીદારી માટે પ્રોત્સાહન
  • રાજ્યમાં સમાનતા આધારિત અને ઝડપી આર્થિક વિકાસને મળશે વેગ

ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026માં MSME ક્ષેત્રને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે મોટી જાહેરાત

  • સ્મોલ એન્ટરપ્રાઇઝ માટે રોકાણ 2.5 કરોડથી વધુ અને 25 કરોડ રૂપિયા સુધી
  • મિડિયમ એન્ટરપ્રાઇઝ માટે રોકાણ 25 કરોડથી વધુ અને 125 કરોડ રૂપિયા સુધી
  • MSME ઉદ્યોગોને મૂડી સહાય વ્યાજ સહાય અને વીજ દર સહાયમાંથી પસંદગીનો વિકલ્પ મળશે
  • કેટેગરી બી તાલુકાઓ માટે માઇક્રો ઉદ્યોગોને 25 ટકા eFCI મૂડી સહાય
  • સ્મોલ અને મિડિયમ ઉદ્યોગોને 25 ટકા eFCI સહાય પાંચ વર્ષમાં ટર્મ લોન પર પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ સહાય
  • વીજ વપરાશ પર પ્રતિ યુનિટ 1 રૂપિયાની સહાય પાંચ વર્ષ સુધી
  • કેટેગરી એ તાલુકાઓ માટે માઇક્રો ઉદ્યોગોને 35 ટકા eFCI મૂડી સહાય
  • સ્મોલ અને મિડિયમ ઉદ્યોગોને 35 ટકા eFCI સહાય પાંચ વર્ષમાં ટર્મ લોન પર પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ સહાય
  • વીજ વપરાશ પર પ્રતિ યુનિટ 2 રૂપિયાની સહાય પાંચ વર્ષ સુધી
  • સરકારનો દાવો MSME ક્ષેત્રને મજબૂત બનાવી રોજગાર સર્જન નિકાસ વૃદ્ધિ અને સ્થાનિક ઉત્પાદનને મળશે પ્રોત્સાહન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *