દિલ્હી-NCRને મોટી ભેટ, PM મોદીએ દ્વારકા એક્સપ્રેસ વેના નવા સેક્શનનું ઉદ્ધાટન કર્યું

PM નરેન્દ્ર મોદીએ આજે રવિવારે 2 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ યોજનાનું ઉદ્ઘાટન કર્યું જેમાં દ્વારકા એક્સપ્રેસ વે અને દિલ્લી ખંડ અને શહેરી વિસ્તાર રોડ -2 (UER-II) નું ઉદ્ઘાટન કર્યું. UER-II શરૂ થયા પછી મુસાફરી વધુ સરળ બની જશે. હજુ જ્યાં સિંધુ બોર્ડરથી દ્વારકા એક્સપ્રેસ વે ની મુસાફરીમાં 2.5 કલાકનો સમય લાગે છે તે હવે માત્ર 40 મિનિટમાં થઈ જશે. સાથે જ રોજ દિલ્હીમાં એન્ટ્રી કરતાં લગભગ 3 લાખ વાહનોને પણ શહેરની અંદર આવવાની જરૂર નહીં રહે. આમ સમયની મોટી બચત થશે અને ટ્રાફિકમાં પણ રાહત મળશે.

PM મોદી સાથે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી, દિલ્હીના CM રેખા ગુપ્તા અને હરિયાણાના CM નાયબ સિંહ સૈની પણ હાજર હતા. લગભગ 11 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટ્સ ટ્રાફિક જામ સામે ઝઝૂમી રહેલા દિલ્હીને મોટી રાહત આપશે અને કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે.

UER-II વે શરૂ થશે એટલે મુસાફરી વધુ સરળ બનશે. હાલ જ્યાં સિંધુ બોર્ડરથી દ્વારકા એક્સપ્રેસ વે સુધીની મુસાફરીમાં 150 મિનિટ એટલે કે 2.5 કલાક નો સમય લાગે છે તે હવે માત્ર 40 મિનિટમાં જ પૂરો થઈ જશે. આ સાથે રોજ જે 3 લાખ જેટલા વાહનો દિલ્હીમાં એન્ટર થાય છે તેમણે દિલ્હીમાં આવવાની જરૂરત નહિ રહે.

દ્વારકા એક્સપ્રેસવેનો દિલ્હી સેક્શન પણ ખાસ છે. આ 10.1 કિમી લાંબો સેક્શન 5360 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ સેક્શન શિવ મૂર્તિ ચોકથી દ્વારકા સેક્ટર-21 સુધી 5.9 કિમી અને સેક્ટર-21 થી દિલ્હી-હરિયાણા બોર્ડર સુધી 4.2 કિમી સુધી ફેલાયેલો છે. તે યશોભૂમિ, DMRCની બ્લુ અને ઓરેન્જ લાઇન, નિર્માણધીન બિજવાસન રેલ્વે સ્ટેશન અને દ્વારકા ક્લસ્ટર બસ ડેપોને જોડતી મલ્ટી-મોડલ કનેક્ટિવિટી પૂરી પાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *