PM Modi In Jamnagar: ‘બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા’, જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

PM Modi In Jamnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મેના રોજ ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન મોદીએ રવિવારે રાત્રે જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે આયોજિત જનસભાને સંબોધિત કરી હતી. મંત્રી અર્જુન મોઢવાડીયા, મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. બે દિવસીય આ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરની જનતામાં પીએમ મોદીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને સ્થાનિક લોકોએ ‘દિલ સે મોદી’ લખેલી ખાસ ઘડિયાળો પહેરીને પીએમને અનોખી રીતે આવકાર્યા હતા.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ગુજરાતની વિકાસગાથા વાગોળતા જણાવ્યું હતું કે, એક જમાનો હતો જ્યારે ગુજરાત માત્ર મીઠાના ઉત્પાદન માટે જાણીતું હતું. પરંતુ આજે ગુજરાત સેમિકન્ડક્ટર, મેટ્રો કોચ અને આધુનિક રેલવે એન્જિન બનાવી રહ્યું છે અને હવે વિમાન બનાવવાની પણ તૈયારીમાં છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત ક્લાયમેટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી બનાવનારું પ્રથમ રાજ્ય છે અને રિન્યૂબલ એનર્જી ક્ષેત્રે દેશના વિકાસમાં ગુજરાતનો સિંહફાળો છે.

આ અવસરે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જામનગરના નાગરિકો સાથે ભાવપૂર્ણ સંવાદ કરી સ્નેહની સરવાણી વહાવી.

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપને મળેલી જીતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમના લાંબા રાજકીય જીવનમાં ઘણી ચૂંટણીઓ જોઈ છે, પરંતુ બંગાળના પરિણામોનો પ્રભાવ પહેલીવાર આટલો ઊંડો અનુભવ્યો છે. બંગાળના વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. બંગાળના લોકોને કોઈ પીડા થાય તો તેની વેદના ગુજરાતીઓ અનુભવતા હતા. ત્યારે આ પરિણામોથી દરેક ગુજરાતીને હાશકારાનો અનુભવ થયો છે. આ માટે ભાજપના 300થી વધુ કાર્યકર્તાઓએ બલિદાન આપ્યું છે. બંગાળમાં પરિવર્તન આવતા ગુજરાતના લોકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. બંગાળના વિકાસમાં છેલ્લા 50 વર્ષનો જે ખાડો છે, તેને ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરશે. પીએમએ કહ્યું કે, દેશની યુવા પેઢી હવે જાગૃત છે અને તેઓ જ દેશનું ભવિષ્ય નક્કી કરશે.પીએમએ કહ્યું કે, દેશની યુવા પેઢી હવે જાગૃત છે અને તેઓ જ દેશનું ભવિષ્ય નક્કી કરશે. તેઓ ભાજપને સતત જનસમર્થન આપી રહ્યા છે અને પોતાનું ભવિષ્ય જાતે જ નક્કી કરી રહ્યા છે, મોટા સપનાઓ જોઈ રહ્યા છે અને તેને સાકાર પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *