પીએમ મોદીએ ફિલ્મોનો ઉલ્લેખ કરી વિપક્ષને ઘેર્યા:કહ્યું, ‘વિપક્ષે ‘ધુરંધર’, ‘કાશ્મીર ફાઇલ્સ’ અને ‘કેરળ સ્ટોરી’ને જૂઠ ગણાવી, તેમનું આ જ કામ છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેરળના થિરુવલ્લામાં આયોજિત NDA (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ)ની રેલીમાં ફિલ્મ ‘ધુરંધર’, ‘ધ કેરળ સ્ટોરી’ અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો ઉલ્લેખ કર્યો.

પીએમ મોદીએ કહ્યું, ‘કોંગ્રેસ, UDF (યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) -LDF (લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ)નો દરેક બાબતમાં જૂઠું બોલવાનો સ્વભાવ બની ગયો છે. જ્યારે અમે નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાવ્યા, ત્યારે તેમણે જૂઠું બોલ્યું, આજે CAA લાગુ થયો, દેશને કોઈ નુકસાન થયું નથી. તેમણે કહ્યું કે ‘ધ કેરળ સ્ટોરી’ આ જૂઠું છે, તેમણે કહ્યું ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આ જૂઠું છે, તેમણે કહ્યું કે ‘ધુરંધર’ પણ એક જૂઠું છે.’

વડાપ્રધાને આગળ કહ્યું, ‘આ દિવસોમાં તેઓ ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને પણ આવું જૂઠ ફેલાવી રહ્યા છે. ગોવામાં દાયકાઓથી UCC છે, પરંતુ તેઓ તેના વિશે પણ ખોટી વાતો ફેલાવી રહ્યા છે. આ જૂઠ ફેલાવવાનો ધંધો લઈને બેઠા છે.’

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *