બ્રાઝિલમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા PM MODI, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત

Oplus_131072

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જેનેરો પહોંચ્યા છે, જ્યાં તેમનું ગેલિયોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોરદાર સ્વાગત થયું. વડાપ્રધાનની આ બ્રાઝિલની યાત્રા બે તબક્કામાં રહેશે, જે માટે બ્રાઝિલના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લૂલા દા સિલ્વાએ નિમંત્રણ આપ્યુ હતુ. આ યાત્રા દરમિયાન વડાપ્રધાન રિયો બ્રિક્સ સમિટમાં હાજરી આપ્યા બાદ રાજધાની બ્રાસિલિયાની રાજ્યની મુલાકાત લેશે.

રિયો ડિ જેનેરો પહોંચ્યા બાદ વડાપ્રધાને ખુશી વ્યક્ત કરતા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘બ્રાઝિલના રિયો ડી જેનેરો પહોંચી ગયો છું. જ્યાં હું બ્રિક્સ શિખર સંમલેનમાં ભાગ લઈશ અને પછી પ્રમુખ લૂલાના નિમંત્રણ પર રાજકીય યાત્રા માટે તેમની રાજધાની બ્રાસિલિયા જઇશ. આ પ્રવાસ દરમિયાન બેઠકો અને વાટાઘાટોના એક સાર્થક સમયની આશા છે.’

બ્રાસિલિયામાં વડાપ્રધાન મોદી પ્રમુખ લૂલા સાથે દ્વિપક્ષી વાટાઘાટો કરશે. જેનો હેતુ ભારત અને બ્રાઝિલ વચ્ચે વ્યૂહનૈતિક ભાગીદારીને મજબૂત કરવાનો છે. આ ભાગીદારી વેપાર, સંરક્ષણ, ઉર્જા, અંતરિક્ષ, ઉદ્યોગ, કૃષિ, સ્વાસ્થ્ય અને જન-જન વચ્ચેના સંબંધો જેવા પ્રમુખ વિસ્તારો પર કેન્દ્રીત હશે. બંને દેશો વચ્ચે સહભાગિતાને જોતા આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *