પંકજ જોષી રાજ્યના નવા મુખ્ય સચિવ બનશે, સરકારે કરી જાહેરાત

પંકજ જોષી રાજ્યના નવા મુખ્ય સચિવ બનશે. સરકારે આ જાહેરાત કરી છે. રાજ્યના વર્તમાન મુખ્ય સચિવની ટર્મ 31 જાન્યુઆરીએ પૂર્ણ થઇ રહી છે.
વર્તમાન મુખ્ય સચિવ રાજકુમારની ટર્મ 31 જાન્યુઆરીએ પૂર્ણ થઇ રહી છે. આ પહેલા રાજ્ય સરકારે નવા મુખ્ય સચિવની જાહેરાત કરી છે. પંકજ જોષી રાજ્યના નવા મુખ્ય સચિવ બનશે.પંકજ જોષી વર્ષ 1989 બેચના IAS અધિકારી છે.
કોણ છે પંકજ જોષી?
પંકજ જોષી વર્ષ 1989 બેચના IAS અધિકારી છે. પંકજ જોષી આ પહેલા નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગમાં ACS રહી ચુક્યા છે. પંકજ જોષી નિર્વિવાદિત છબી ધરાવે છે.