Pahalgam terrorist attack: ભારત સરકારની કાર્યવાહીથી પાકિસ્તાન ગભરાયું, ભારતીય એરલાઈન્સ માટે બંધ કરી એરસ્પેસ

પહેલગામ આતંકી હુમલા બાદ જે રીતે ભારત સરકાર એક્શનમાં આવી છે તેણે પાકિસ્તાનને પરસેવો છોડાવી દીધો છે.. ભારત ગમે તે ઘડીએ ગમે તે પગલું લઇ શકે છે તે વિચારે પાકિસ્તાનમાં અફરા-તફરી મચેલી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની કટોકટી બેઠક બોલાવી હતી.
આ બેઠકમાં ત્રણેય સેના પ્રમુખોએ ભાગ લીધો. આ બેઠકમાં પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર, નેવી ચીફ એડમિરલ અને પાકિસ્તાન એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર હાજર રહ્યા. બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ભારત સરકારે કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ઉપરાંત, ભારતીયોને આપવામાં આવેલા વિઝા રદ કરવામાં આવ્યા છે અને વાઘા બોર્ડર પણ બંધ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતે સિંધુ જળ સંધિ પણ રોકી દીધી છે. આ પછી પાકિસ્તાન સરકાર કહે છે કે પાણી રોકવું એ યુદ્ધ જેવું પગલું છે.
આ બેઠકમાં પાકિસ્તાન સરકાર દ્વારા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે,
પાકિસ્તાન વાઘા બોર્ડર પોસ્ટને તાત્કાલિક અસરથી બંધ કરશે.
-આ માર્ગ દ્વારા ભારતમાંથી થતી તમામ ક્રોસ બોર્ડર ટ્રાન્ઝિટ કોઈપણ અપવાદ વિના સ્થગિત કરવામાં આવશે.-જે લોકોએ માન્ય વિઝા સાથે સરહદ પાર કરી છે તેઓએ 30 એપ્રિલ પહેલા તે જ માર્ગે તાત્કાલિક ભારત પાછા ફરવાનો આદેશ અપાયો
-પાકિસ્તાને સાર્ક વિઝા માફી યોજના હેઠળ ભારતીય નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા સ્થગિત કરાયા
– શીખ ધાર્મિક યાત્રાળુઓ સિવાય બધા વિઝા રદ કરવામાં આવ્યા છે. વધુમાં, SVES હેઠળ, હાલમાં પાકિસ્તાનમાં હાજર ભારતીય નાગરિકો (શીખ યાત્રાળુઓ સિવાય) ને 48 કલાકની અંદર પાકિસ્તાન છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પર્સોના નોન-ગ્રેટા જાહેર કર્યા છે. તેમને ૩૦ એપ્રિલ, ૨૦૨૫ પહેલા પાકિસ્તાન છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, પાકિસ્તાન સરકારે ભારતીય હાઇ કમિશનમાં કામ કરતા લોકો અને સલાહકારોને ભારત પાછા ફરવાનો નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે 30 એપ્રિલ, 2025 થી, ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશનની ક્ષમતા ઘટાડીને 30 રાજદ્વારીઓ અને સ્ટાફ કરવામાં આવશે. પાકિસ્તાને શિમલા કરાર રદ કરવાની ધમકી પણ આપી છે.
આ પણ વાંચો, Surat: ‘તમારો જીવ જીવ, ટેક્સ પે કરે તેનો જીવ જીવ નહીં ?’,આતંકી હુમલામાં મૃતકના પત્નીની વ્યથા