Operation Sindoor: પાકિસ્તાન PoK ભારતને સોંપવા તૈયાર, સપ્ટેમ્બરમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે!

પાકિસ્તાન દ્વારા ભારતનાં જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં સહેલાણીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત છંછેડાયું હતું. લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેના પગલે ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું. PoK અને પાકિસ્તાનમાં આતંકવાદીઓનાં કેમ્પો પર ભારત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓને ભારે નુકસાની વેઠવી પડી હતી.

જો કે ભોંઠું પડેલું પાકિસ્તાન લાજવાના બદલે ગાજ્યું હતું. તેણે ભારત પર વળતો હુમલો કરવાના અટકચાળા કર્યા હતા. આ તેને ભારે પડ્યા હતા. પાકિસ્તાનનાં અનેક ડ્રોન્સ તોડી પાડવામાં આવ્યા હતા. સાથે ભારત દ્વારા વળતો પ્રહાર કરતા પાકિસ્તાનનાં નુરખાં બેઝ સહિત અનેક સ્થળો પર હુમલો કરીને વળતો જવાબ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

જો કે સ્વામી યોગેશ્વરાનંદ ગીરીના દાવા અનુસાર ભારે નુકસાનને જોઇને પાકિસ્તાન સિઝ ફાયર કરાવવા માટે વૈશ્વિક મંચો પાસે ગયું હતું. જ્યાં અમેરિકા પાસે તેણે સ્વિકાર્યું કે સિઝ ફાયર કરાવવામાં આવે અને જો ભારત ઇચ્છતું હોય તો અમે PoK પણ ભારતને સોંપવા માટે તૈયાર છે. જેથી PoK પરત આપવાની શરતે ભારતે સિઝ ફાયરની જાહેરાત કરી હતી.

જો કે પાકિસ્તાને પોતાની જનતાને PoK અંગે મનાવવા માટે અમેરિકાની મધ્યસ્થીથી ભારત પાસે સમય માંગ્યો હતો. જે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિના સુધીનો છે. ત્યાર બાદ જો પાકિસ્તાન PoK ભારતને નહી સોંપે તો ભારત ફરી એકવાર યુદ્ધની જાહેરાત કરે તેવી શક્યતા સ્વામી યોગેશ્વરાનંદગીરી દ્વારા કરવામાં આવી છે. સ્વામી યોગેશ્વરાનંદ ગીરી એક સંત છે જેઓનો વલસાડ અને હરિદ્વારમાં આશ્રમ છે. પોતાની આધ્યાત્મિક અને જ્યોતિષ શક્તિઓનાં કારણે અનેક વખત ચર્ચામાં આવે છે. ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે તેમણે મહિનાઓ પહેલા એક પોડકાસ્ટમાં કરેલી ભવિષ્યવાણીની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેઓ પોતાનાં પોડકાસ્ત અને અલગ અલગ ભવિષ્યવાણી કરતા વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ સ્વામી યો પર પોસ્ટ કરતા રહે છે.

આ પણ વાંચો, Ahmedabad: ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ – 2025” સફળતાપૂર્વક સંપન્ન

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *