પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી:400નાં મોત, 250 ઘાયલ

પાકિસ્તાને સોમવારે રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી છે. સ્થાનિક મીડિયા અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ રાજધાની કાબુલના ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં એક હોસ્પિટલ પણ સામેલ છે. આમાં 400 લોકોનાં મોત થયા છે, જ્યારે 250થી વધુ ઘાયલ થયા છે.

રિપોર્ટ્સ અનુસાર, દારુલઅમાન, અરજાન કીમત, ખૈરખાના અને કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસના ઘણા સ્થળોએ ધમાકા અને ગોળીબારના અવાજો સંભળાયા હતા.

તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ કાબુલમાં એક નશા મુક્તિ હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા.

તાલિબાને આ હુમલાની સખત નિંદા કરતા તેને માનવતા વિરુદ્ધનો અપરાધ ગણાવ્યો છે અને કહ્યું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનના એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે.

જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી.

અફઘાનિસ્તાન સરકારના ડેપ્યુટી પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે આ હુમલો સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ 9 વાગ્યે થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હોસ્પિટલ 2000 બેડની છે. તેને ભારે નુકસાન થયું છે.

મીડિયાની ટીમો જ્યારે ત્યાં પહોંચી ત્યારે હોસ્પિટલના કેટલાક ભાગોમાં ત્યારે પણ આગ લાગી હતી. લગભગ 30થી વધુ મૃતદેહો સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવી રહ્યા હતા. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે ત્યાં ઘણા દર્દીઓ હતા, તેથી મૃતકો અને ઘાયલોની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે.

અફઘાન ક્રિકેટર રાશિદ ખાને UNથી તપાસની માગ કરી

અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને પાકિસ્તાની હુમલાઓની સખત નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે કાબુલમાં તાજેતરમાં થયેલા હવાઈ હુમલાઓથી લોકો દુઃખી છે. આ હુમલાઓમાં ઘણા સામાન્ય લોકોના જીવ ગયા. કેટલાક હુમલા ઘરો, શાળાઓ અને હોસ્પિટલોની આસપાસ પણ થયા.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:  બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *