‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 53 બાંગ્લાદેશી ઝડપાયા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ચલાવવામાં આવેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ દરમિયાન 53 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે. સૌથી વધુ 27 લોકો કચ્છ પૂર્વમાંથી ઝડપાયા છે. ઉપરાંત કચ્છ પશ્ચિમમાંથી 7, રાજકોટ શહેરમાંથી 5, સુરેન્દ્રનગરમાંથી 5, બોટાદમાંથી 3, મોરબીમાંથી 2 તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢમાંથી 1-1 વ્યક્તિ ઝડપાઈ છે.

કાર્યવાહી દરમિયાન 280થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓને પણ અટકાવી તેમની ચકાસણી હાથ ધરાઈ છે. 3 જૂનની મધરાતથી સવારે 8 વાગ્યા સુધી આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ગુરુવાર સાંજ સુધી આ આંકડો વધવાની શક્યતા છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://અમદાવાદમાં જમીન વિવાદમાં ફાયરિંગ મામલો, નિવૃત DySPની જામીન અરજી કોર્ટે ફગાવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *