અમદાવાદમાં ઈસ્કોન-આંબલી રોડ પર કન્સ્ટ્રક્શન સાઈટ પર ક્રેનનો કેબલ તૂટતાં એક મજૂરનું મોત, 1 ગંભીર

અમદાવાદમાં ફરી એકવાર કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના સામે આવી છે. વાસ્તવમાં આજે સવારના સમયે અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા ઇસ્કોન-આંબલી રોડ પર એક કન્સ્ટ્રક્શન સાઇટ પર એક દુર્ઘટના બની હતી. જેમાં એક શ્રમિકનું મોત થયું છે. આ સાથે અન્ય એક મજૂરને ગંભીર ઈજા થઈ છે. આ અકસ્માત ક્રેનના લોખંડી કેબલ તૂટી જવાથી સર્જાયો હતો, જેના પરિણામે બે શ્રમિકો ઊંચાઈથી નીચે પટકાયા.

પ્રાથમિક વિગતો મુજબ કન્સ્ટ્રક્શન સાઇટ પર સવારના સમયે શ્રમિકો નિયમિત કામ કરી રહ્યાં હતા. આ સમયે ક્રેનનો કેબલ અચાનક તૂટી જતાં શ્રમિકો સંતુલન ગુમાવીને નીચે પટકાયા. આ દુર્ઘટનામાં એક શ્રમિકના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત થયું છે. બીજાને પણ ગંભીર ઇજાઓ થઈ છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ દુર્ઘટના બાદ, સ્થાનિક પોલીસ અને તંત્ર તપાસમાં લાગ્યા છે, જેમાં તે તપાસી રહ્યા છે કે, કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષા નિયમો અને સાધનોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું કે નહીં. હાલ, વધુ તપાસ ચાલુ છે અને સાઇટના મલિક અને મેનેજમેન્ટ તરફથી પણ જવાબદારી વિશે સવાલો ઊઠાવા લાગ્યા છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://વટવાના 35 વર્ષ જૂના હત્યાકાંડમાં આવ્યો નવો જ વળાંક, ક્રાઇમ બ્રાન્ચ હચમચી ઉઠી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *