Mahashivratri 2025: મહાશિવરાત્રીને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે. શિવરાત્રી પર્વ પર વર્ષના સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં દર્શને પધારતા હોય છે. ગત વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ પર બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ એ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉત્તમ યાત્રી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4:00 વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓ માટે પાલખીયાત્રા યોજવામાં આવશે. વહેલી સવારથી જ શ્રી સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરવામાં આવશે. તેમજ સોમનાથ આવનાર ભક્તોને 25₹માં મહામૃત્યુંજય યજ્ઞનો લાભ મળે તેવું આયોજન કરાયું છે. મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકાની સંખ્યા પણ બમણી કરવામાં આવી છે. મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે.

મહાશિવરાત્રી પર્વે શ્રી સોમનાથ મંદિર કાર્યક્રમ:  
દર્શન પ્રારંભ સવારે ૪-૦૦ કલાકે
પ્રાતઃમહાપૂજા પ્રારંભ ૬-૦૦ કલાકે
પ્રાતઃઆરતી ૭-૦૦ કલાકે
લઘુરૂદ્ર યાગ સવારે ૦૭:૩૦ થી (મંદિર યજ્ઞશાળામાં)
શ્રી પાર્થેશ્વર પૂજન સવારે ૦૮:૦૦ કલાકે, (મારૂતિ બીચ)
નુતન ધ્વજારોહણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારે ૮-૩૦કલાકે
શ્રી સોમનાથ મહાદેવ પાલખી યાત્રા સવારે ૦૯:૦૦ કલાકે
શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા શાંતિ પાઠ સવારે ૦૯-૦૦ થી ૧૦-૦૦ કલાકે
શ્રી સોમનાથ પાઘ પૂજન તથા પાઘ શોભાયાત્રા ૧૦-૦૦ થી ૧૧-૦૦ શ્રી સોમનાથ મંદિર પરીસર
મધ્યાન્હ મહાપૂજા ૧૧-૦૦ કલાકે
મધ્યાન્હ આરતી બપોરે ૧૨-૦૦ કલાકેમહાશિવરાત્રિએ યાત્રિકો દ્વારા નોંધાવવામાં આવેલ વિશેષ બિલ્વપૂજા બપોરે ૦૧-૩૦ થી ૦૨-૩૦ શ્રી સોમનાથ મંદિર ગર્ભગૃહ
મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ:બપોરે ૦૩-૦૦ થી ૦૬-૩૦ યજ્ઞશાળા, શ્રી સોમનાથ મંદિર
શ્રૃંગાર દર્શન ભસ્મ, રૂદ્રાક્ષ, બિલ્વપત્ર સાંજે ૪-૦૦ થી ૮-૩૦ (શિવરાત્રિ મહાત્મ્ય શ્રૃંગાર)
સંધ્યાવંદન તથા પુરુષુક્તનો પાઠ શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સાંજ ૬-૦૦ થી ૬-૪૫ શ્રી સોમનાથ મંદિર પરીસર
સાયં આરતી સાંજે ૭-૦૦ કલાકે
શિવરાત્રી પ્રક્ષાલ પૂજન ૮-૩૦ કલાકે
શિવરાત્રી પ્રથમ પ્રહર પૂજન રાત્રે ૮-૪૫ કલાકે
શિવરાત્રી પ્રથમ પ્રહર આરતી ૯-૩૦ કલાકે
શિવરાત્રી જ્યોતપૂજન ૧૦-૧૫ કલાકે
શિવરાત્રી દ્વિતીય પ્રહર પૂજન પ્રારંભ મધ્યરાત્રે ૧૧-૦૦ કલાકે
શિવરાત્રી દ્વિતીય પ્રહર આરતી ૧૨-૩૦ કલાકે
શિવરાત્રી તૃતીય પ્રહર પૂજન પ્રારંભ ૨-૪૫ કલાકેશિવરાત્રી તૃતીય પ્રહર આરતી ૩-૩૦ કલાકે
શિવરાત્રી ચતુર્થ પ્રહર પૂજન પ્રાતઃ ૪-૪૫ કલાકે
શિવરાત્રી ચતુર્થ પ્રહર આરતી: સવારે૫-૩૦ કલાકે

આ પણ વાંચો, Mahashivratri 2025: મહાશિવરાત્રીના શુભ અવસર પર મુંબઈના બોરીવલી કોરા કેન્દ્ર ખાતે કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *