LPGને લઇ પેનિક થવાની જરૂર નથી? શું છે અસલી સચ્ચાઇ, ખુદ સરકારે કરી સ્પષ્ટતા

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે છેલ્લા થોડા દિવસોથી દેશમાં LPGની ખાદ્યને લઈને સતત સમાચાર આવી રહ્યા છે જેમાં LPGનો અપૂરતો જથ્થો હોવાનું સામે આવ્યું છે. હવે દેશમાં એલપીજી સિલિન્ડરના બુકિંગને લઈને સોશિયલ મીડિયામાં ઘણી ખબરો ચાલી રહી છે. જેમાં ખાસ કરીને એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે મોટો ગેપ રાખવાની વાત સામે આવી છે. આ સ્થિતિને લઈને સરકારે ફરી એકવાર તેમની સ્થિતિ વિશે વર્ણન કર્યું છે. સરકારના જણાવ્યા મુજબ PMUY અને નોન PMUY કનેક્શન માટે અલગ-અલગ બુકિંગ ટાઈમલાઇન લાગુ કરવાની ખબર સંપૂર્ણ રીતે ખોટી અને ભ્રામક છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર LPG સિલિન્ડર સંબંધિત અનેક અફવાઓ ફેલાઈ રહી છે. જેને લઈને લોકોમાં ગૂંચવણ અને ચિંતા જોવા મળી રહી છે. સરકારએ આ તમામ દાવાઓને ખોટા ગણાવી સ્પષ્ટતા કરી છે કે હાલના નિયમોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.
સરકારના જણાવ્યા મુજબ LPG રિફિલ બુકિંગ માટેના નિયમો પહેલાની જેમ જ યથાવત છે. શહેરી વિસ્તારોમાં સિલિન્ડર બુકિંગ માટે 25 દિવસ અને ગ્રામ્ય વિસ્તારોમાં 45 દિવસનો અંતરાલ રાખવામાં આવે છે. આ નિયમોમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી, ભલે કનેક્શનનો પ્રકાર કંઈપણ હોય. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને બિનજરૂરી ગભરાટમાં ગેસ બુકિંગ ન કરે કારણ કે દેશમાં LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
તાજેતરમાં એવી અફવા પણ ફેલાઈ હતી કે 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરને ઘટાડીને 10 કિલોગ્રામ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, સરકારે આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે સિલિન્ડરના વજનમાં કોઈ ફેરફાર કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ પ્રકારની માહિતી માત્ર અટકળો પર આધારિત છે અને લોકોને ભ્રમિત કરે છે. સરકાર હાલમાં ગેસ પુરવઠો સરળ બનાવવાનો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો પ્રયત્ન કરી રહી છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે તેલ અને ગેસ પુરવઠા પર થોડો પ્રભાવ પડ્યો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં LPG સિલિન્ડરની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ વચ્ચે કેટલાક ગ્રાહકો દ્વારા વધારાના પૈસા વસૂલવાના અને ડિલિવરી વગર ‘ડિલિવર’ બતાવવાના આરોપો પણ સામે આવ્યા છે. આ પરિસ્થિતિમાં નાગરિકો માટે જરૂરી છે કે તેઓ સત્તાવાર માધ્યમો દ્વારા ફરિયાદ નોંધાવે અને ગેરરીતિ સામે અવાજ ઉઠાવે. સરકાર દ્વારા પણ આવા મામલાઓને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
https://www.instagram.com/timenewsguj/?hl=en
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:અમદાવાદના BRTS બસ સ્ટેન્ડમાં આગ લાગતા મુસાફરોમાં દોડધામ, ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે