નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા

નેપાળના વડાપ્રધાન બાલેન શાહ પોતાની પહેલી રાજકીય મુલાકાતે દિલ્હીમાં છે. દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદી અને પીએમ બાલેન શાહે અયોધ્યા-જનકપુર ટ્રેનને લીલી ઝંડી આપી હતી. બેઠક બાદ પીએમ મોદી અને પીએમ બાલેન શાહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પીએમ બાલેન શાહની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “મેં યુએનમાં બાલેન શાહની દૂરંદેશી જોઈ. મેં તેમનું સ્પષ્ટ વિઝન અનુભવ્યું હતું.”

પીએમ મોદીએ કહ્યું હતું કે, “નેપાળના વડાપ્રધાન બન્યા પછી હું પહેલી વાર ભારતમાં તમારું સ્વાગત કરું છું. થોડા મહિના પહેલા જ્યારે બાલેન શાહે વિશ્વના સૌથી યુવા પ્રધાનમંત્રી તરીકે યુએનને સંબોધન કર્યું હતું ત્યારે અમે તેમની દૂરંદેશીની સ્પષ્ટ ઝલક જોઈ હતી. આજે અમારી વાતચીતના છેલ્લા કેટલાક કલાકોમાં મેં નેપાળના ભવિષ્ય અને ભારત-નેપાળ સંબંધો પ્રત્યે તેમનું સ્પષ્ટ વિઝન અને પ્રતિબદ્ધતા અનુભવી છે. યુએનમાં તેમનું સંબોધન તેમના વિઝનને પ્રતિબિંબિત કરે છે.”

પીએમ મોદીએ વધુમાં કહ્યું, “ભારત અને નેપાળ વચ્ચેનો સંબંધ ફક્ત પડોશીઓનો નથી, પરંતુ નિકટતા અને અતૂટ વિશ્વાસનો છે.” અમે અમારા આનંદ અને પડકારો શેર કરીએ છીએ. અમે એકબીજાની પ્રગતિમાં ભાગીદાર છીએ અને મુશ્કેલ સમયમાં એકબીજાને ટેકો આપીએ છીએ. ઓગસ્ટમાં નેપાળમાં આવેલા વિનાશક પૂરને કારણે થયેલા જાનહાનિ માટે અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આજે અમે નેપાળના પુનર્નિર્માણ અને લાંબા ગાળાના વિકાસને મજબૂત બનાવવા માટે 24,000 કરોડ નેપાળી રૂપિયાના વિકાસ સહયોગ પેકેજની જાહેરાત કરીએ છીએ. ભારત એક મજબૂત નેપાળના વિકાસમાં ભાગીદાર રહ્યું છે. ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો સહિયારા ઇતિહાસ, શ્રદ્ધા, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના ઊંડા સંબંધોના તાંતણાઓથી વણાયેલા છે.

તેમણે કહ્યું હતું કે, “ભગવાન રામ અને માતા સીતા આપણી સહિયારી સભ્યતા અને શ્રદ્ધાના પ્રતિક છે. આ સંબંધ ફક્ત પડોશીઓનો નથી. તે ખુશી અને સહિયારા ઇતિહાસના તાંતણાઓથી વણાયેલો છે. ભારત હંમેશા મજબૂત અને સમૃદ્ધ નેપાળની વિકાસ યાત્રામાં ભાગીદાર રહ્યું છે. આ ભાવનામાં આજે આપણે આપણા સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આપણો સહિયારો સભ્યતાનો ઇતિહાસ છે. નેપાળ વિના અમારા રામ અધૂરા છે. ભારત હંમેશા નેપાળની સાથે ઉભું રહ્યું છે. આપણે આપણા સંબંધોને એક નવું પરિમાણ આપી રહ્યા છીએ. આ ટ્રેન સેવા સાથે માતા સીતાના દર્શન કરવાનું પણ સરળ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *