પશ્ચિમ બંગાળમાં મતદાનનો નવો રેકોર્ડ, પ્રથમ તબક્કામાં 90% મતદાન:તમિલનાડુના ઇતિહાસમાં પણ સૌથી વધુ 82% મતદાન

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કાળઝાળ ગરમી હોવા છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે બંને રાજ્યોમાં મતદાનના આંકડા આશ્ચર્યજનક રીતે ઊંચા રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, બપોરે 5 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં (કુલ 152 બેઠકો) 90% મતદાન નોંધાયું છે. જ્યારે તમિલનાડુમાં 82 ટકા મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં આ તબક્કે કુલ 1478 ઉમેદવારોના ભાવિનો નિર્ણય જનતા કરી રહી છે.
તમિલનાડુમાં પણ સેલિબ્રિટીઝ અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. લોકપ્રિય અભિનેતા વિશાલ કૃષ્ણ રેડ્ડીએ પોતાનો વોટ આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા નાગરિકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, “મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે. જે લોકો હજુ ઘરે છે, તેઓ બહાર આવે અને મતદાન કરે. લોકશાહીમાં દરેક વોટની પોતાની કિંમત હોય છે.
ગેનીબેન ઠાકોરે સાબરમતી ના ઠાકોરો વિશે શું કીધું –https://www.instagram.com/reel/DXeR05tjJH5/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://‘યોગી આદિત્યનાથ જ હશે ભાજપનો ચહેરો’, નીતિન નવીને યુપી વિધાનસભા ચૂંટણી અંગે આપ્યા મોટા સંકેત