NEET પેપર કૌભાંડ :અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે પેપર વેચતા બેને રાજસ્થાનથી અને રિફંડ ફ્રોડ કરતા એકને બિહારથી ઝડપ્યો

NEET પરીક્ષા વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે. સાયબર ક્રાઇમે બિહાર અને રાજસ્થાનમાં સફળ ઓપરેશન પાર પાડીને કુલ ૩ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર NEET પરીક્ષાના જૂના અને ખોટા પેપરો અસલી તરીકે લાખો રૂપિયામાં વેચીને વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ કરતા હતા.

રાજસ્થાનથી ઝડપાયેલા બે આરોપીઓ નકલી પેપર વેચતા 

રાજસ્થાનથી ઝડપાયેલા બે આરોપીઓ નકલી પેપર વેચતા હતા, જ્યારે બિહારથી ઝડપાયેલો અન્ય એક આરોપી વિદ્યાર્થીઓના આઈડી-પાસવર્ડ હેક કરીને રિફંડ અપાવવાના નામે ઠગાઈ કરતો હતો. સાયબર ક્રાઇમે આ આંતરરાજ્ય ગેંગનું કનેક્શન શોધવા તપાસ તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *