Site icon Time News

સેલવાસમાં નરેન્દ્ર મોદીના હસ્તે નમો હોસ્પિટલ સહિત 2587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

વડાપ્રધાન ફરી એકવાર વતનના પ્રવાસે આવ્યા છે. PM મોદી આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેઓ સુરત એરપોર્ટ પર પહોંચતા કેન્દ્રીય જલ મંત્રી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સહિતના આગેવાનોએ તેમને આવકાર્યા હતા. જ્યાંથી તેઓ હેલીકોપ્ટર મારફત સેલવાસ પહોંચ્યા હતા. ત્યાં 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. સાથો સાથ રોડ શો યોજી લોકોનું અભિવાનદ ઝીલ્યું હતું

સેલવાસમાં PM મોદીએ જાહેરસભાને સંબોધન કરી સંઘપ્રદેશને હજાર કરોડના વિકાસ કામોની ભેંટ આપી છે. દમણ, દીવ અને દાદરા નગર હવેલીના રૂપિયા 2587 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે PMએ કહ્યું કે, ”અમારી સરકારે તમારા ભરોસાને શક્તિમાં પરિવર્તિત કર્યો છે અને આજે આપણું સેલવાસા આ પ્રદેશ એક આધુનિક ઓળખ સાથે ઉભરી રહ્યો છે. સેલવાસા એક એવો પ્રદેશ બની ગયો છે જ્યાં દરેક પ્રકારના લોકો વસી રહ્યા છે. દાદાનગર હવેલીમાં નવા અવસરોનો વિકાસ થયો છે. આ વિકાસ અભિયાન હેઠળ 2500 કરોડ રૂપિયાથી વધુની પરિયોજના ખાતમૂહુર્ત કર્યું છે” વધુમાં કહ્યું કે, ”અહીં તો વિદેશ એ નાર્મલ બાબત છે. તમે સિંગાપોર જતા હશો. સિંગાપોર એક જમાનામાં માછીમારોનું નાનું ગામ હતું. ખૂબ ટૂંકા ગાળામાં ત્યાંના લોકોની સંકલ્પ શક્તિએ સિંગાપોર બનાવી દીધું. જો સંઘપ્રદેશ પણ અહીંનો દરેક નાગરિક નક્કી કરે તો હું તમારી સાથે ઉભો રહેવા તૈયાર છું. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અમારા માટે ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશ નથી. આ સંઘપ્રદેશ અમારું ગર્વ છે અને વિરાસત પણ છે. અમે આ પ્રદેશને એક એવું મોડલ સ્ટેટ બનાવી રહ્યા છીએ”

આ પણ વાંચો, Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં 180મું અંગદાન, મહિલાએ બ્રેઈન ડેડ પતિના અંગોનું દાન કર્યું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version