Ahmedabad: 614 વર્ષ પછી પ્રથમવાર અમદાવાદના નગરદેવી નગરચર્યાએ: મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊમટ્યો

અમદાવાદના ૬૧૪માં સ્થાપના દિવસે અને આજે શિવરાત્રિએ નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. ભવ્ય નગરયાત્રામાં માતાજીનો રથ, હાથી અખાડના કલાકારો, ભજન મંડળીઓ સાથે નગરયાત્રા વહેલી સવારથી નીકળી હતી.
આજે અમદાવાદના આંગણે અનોખો ઉત્સાહ છે. 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી આજે નગરચર્યાએ નીકળ્યા છે. સવારે 7:30 કલાકે માતાજીના રથને પ્રસ્થાન કરાવાયું. 614 વર્ષ જૂની પરંપરા આજે પુનઃજીવંત બની છે.ભદ્રકાળી માતાજીની મૂર્તિ અચલ હોવાથી પ્રતિકાત્મક રીતે માતાજીનો ફોટો અને ચરણ પાદુકાને રથમાં બિરાજમાન કરીને નગરચર્યાને પ્રસ્થાન કરાવાયું છે. માતાજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે.માતા ભદ્રકાળીની નગરયાત્રા જમાલપુર પહોંચતા જય જગન્નાથનો ઉદઘોષ સાંભળવા મળ્યો હતો. જગન્નાથ મંદિરના મહંત સહિત મંદિરના ટ્રસ્ટીઓ હાજર છે, તો બીજી તરફ જગન્નાથ મંદિર પાસે માનવ મહેરામણ ઉમટ્યું
કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ રથનું સ્વાગત કર્યું હતું. જમાલપુરમાં મુસ્લિમ ભાઈઓએ ભવ્ય સ્વાગત કર્યું.નગરયાત્રાના ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અમદાવાદીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં છે.
આ પણ વાંચો, Mahashivratri 2025: અમદાવાદમાં પ્રખ્યાત ચકુડિયા મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી