Mahashivratri 2025: અમદાવાદમાં પ્રખ્યાત ચકુડિયા મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી

રિપોર્ટર: સંજીવ રાજપૂત

મહા મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના રોજ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે . અમદાવાદના શિવાલયોમાં, સોસાયટીઓમાં તથા ઘરોમાં શિવરાત્રિના દિવસે પૂજા-પાઠ અને હવન કરવામાં આવે છે. મોટાભાગના લોકો તહેવારની ઉજવણી ઉપવાસ કરીને કરતા હોય છે. શિવભક્તો ઢોલ, નગારા, ઝાલર, મંજીરા, શંખનાદ કરીને વાતાવરણને વધુ ભક્તિમય બનાવે છે.

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ ચકુડીયા મહાદેવ મંદિરમાં સવારથી અનેક ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા અને દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. શિવભક્તોએ શાંતિપૂર્વક ભગવાન શિવજીના દર્શન કર્યા હતા. મહાશિવરાત્રિ એટલે, દેવાધિદેવ મહાદેવ, ભોળાનાથને પ્રસન્ન કરવાનો અતિ પવિત્ર અને અનન્ય મહાત્મ્ય ધરાવતો દિવસ. સેંકડો વર્ષો બાદ આજે પંચમહાયોગ અને શનિ પ્રદોષનો સંયોગ આવી રહ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું છે.

આ પણ વાંચો, Ahmedabad: મહિલાને માસિકધર્મ દરમિયાન હોટલ સંચાલકે વોશરુમ યુઝ ન કરવા દીધું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *