Myanmar: મ્યાનમારમાં વહેલી સવારે ફરી ધરતી ધ્રુજી,ઘર છોડીને ભાગ્યા લોકો; જાણો કેવી છે સ્થિતિ

ભારતના પડોશી દેશ મ્યાનમારમાં રવિવારે (13 એપ્રિલ, 2025) વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી છે. તાજેતરમાં અહીં આવેલા ભૂકંપે સમગ્ર દેશમાં તબાહી મચાવી હતી, જેમાં ત્રણ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,13 એપ્રિલ, 2025 ના રોજ સવારે 07:54:58 વાગ્યે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. હાલમાં આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.