ઈરાનના નવા સુપ્રીમ લીડર બન્યા મોજતબા ખામેની, અમેરિકા-ઈઝરાયલને આપી ધમકી

Oplus_131072

અમેરિકા અને ઈઝરાયલના ક્રૂર હુમલામાં મૃત્યુ પામેલા ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનાઈના સ્થાને હવે તેમના દીકરા ઈરાનના નવા સુપ્રીમ લીડર બની ગયા છે. તેમણે સત્તા હાથમાં લેતા જ અમેરિકા અને ઈઝરાયલને ધમકી આપી દીધી છે.

ઈરાનની શક્તિશાળી ‘નિષ્ણાતોની પરિષદ’ (Assembly of Experts) એ એક તાકીદની બેઠક બાદ મોજતબા ખામેનેઈને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે. પિતા આયતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ ઉભી થયેલી સત્તાની શૂન્યતાને ભરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોજતબા ખામેનેઈ લાંબા સમયથી પડદા પાછળ રહીને ઈરાનના રાજકીય અને સૈન્ય માળખા પર મજબૂત પકડ ધરાવે છે, જેના કારણે તેમની વરણી અપેક્ષિત માનવામાં આવતી હતી.

મોજતબા ખામેનેઇનો જન્મ 1969માં મશહદ શહેરમાં થયો હતો. તેમણે ધાર્મિક માહોલમાં અભ્યાસ કર્યો છે. ઈરાન અને ઈરાક યુદ્ધના અંતિમ દોરમાં તેમણે રેવોલ્યુશનરી ગાર્ડમાં કામ કર્યું હતું. તે લાંબા સમયથી તેમના પિતાના નજીકના મનાતા હતા. કહેવાય છે કે તે પરદા પાછળ રહીને મહત્ત્વના નિર્ણયો લેવામાં મોટી ભૂમિકા ભજવતા હતા. જોકે તેમણે અત્યાર સુધી કોઈ સત્તાવાર સરકારી પદ સંભાળ્યા નહોતા. જોકે તે પિતા માટે મહત્ત્વના સલાકાર મનાતા હતા.

મોજતબા ખામેનેઈની વરણીમાં ઈરાનની સૌથી શક્તિશાળી સૈન્ય પાંખ ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) ની ભૂમિકા સૌથી નિર્ણાયક રહી છે. અમેરિકા અને ઈઝરાયેલ સાથે વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે, સેનાને એક એવા નેતાની જરૂર હતી જે પિતાની કઠોર નીતિઓને આગળ ધપાવી શકે. હવે મોજતબા સામે સૌથી મોટો પડકાર ઈઝરાયેલના હુમલાઓનો વળતો જવાબ આપવો અને દેશની આંતરિક સુરક્ષા જાળવવી તે રહેશે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:કાશ્મીરમાં ખામેનીના પોસ્ટરોની સાથે લોકો રસ્તા પર ઉતર્યા, ઈઝરાયલ-અમેરિકા વિરુદ્ધ લગાવ્યા નારા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *