ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

માર્ચ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં ભીષણ ગરમી શરૂ થઇ ગઇ છે. આકરી ગરમીથી લોકો ત્રાહિમાન છે. હવામાન વિભાગે હજુ પણ વધુ ગરમી પડવાના સંકેત આપ્યાં છે.  રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, પોરબંદર, જૂનાગઢ, વડોદરા અને સુરતમાં આજે યલો એલર્ટની ચેતવણી અપાઇ છે. જો કે 14 માર્ચ બાદ ગુજરાતમાં થોડો વાતાવરણમાં  ફેરફાર આવી શકે છે. 14 માર્ચ બાદ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાની શક્યતા છે. 

ગુજરાતમાં માર્ચના બીજા અઠવાડિયામાં ગરમીએ લોકોને ત્રાહિમામ પોકારી દીધા છે. બપોરના સમયે ગરમીનો અનુભવ એપ્રિલ કે મે મહિના જેવો થઇ રહ્યો છે.  રાજકોટ, સુરેન્દ્રનગર સોમવારે રાજ્યના સૌથી ગરમ શહેરોમાં સામેલ થયું છે, જ્યાં તાપમાન 41.6 ડિગ્રી સેલ્સિયસ હતું. સુરેન્દ્રનગરમાં પણ મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં પણ મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં સાત ડિગ્રી વધારે હતું. વધુમાં, લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા લગભગ 4 ડિગ્રી વધારે છે. વધતા તાપમાનથી રહેવાસીઓ પરેશાન દેખાતા હતા. બપોરના સમયે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો જોવા મળ્યો હતો.

અમદાવાદમાં માર્ચની શરૂઆતથી આકરી ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. અમદાવાદમાં તાપમાન 40ને પાર પહોંચ્યું છે. ગરમીનો પ્રકોપ વધતા અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 વાગ્યા સુધી  બંધ રહેશે. ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે પોલીસ સ્ટાફને હાજર રહેવા માટે ઉચ્ચ અધિકારીઓએ  સૂચના આપી છે. વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે સિગ્નલ પર  ગ્રીન નેટ લગાવાશે.

એક રિસર્ચ અનુસાર, ગ્લોબલ વોર્મિંગના દરમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. છેલ્લા એક દાયકામાં ગ્લોબલ વોર્મિંગ દર 0.35 ડિગ્રીના દરે વધ્યો છે.જેમાં ગયા દાયકામાં સરેરાશ 0.2 ડિગ્રી હતો.નવા રિસર્ચમાં ગ્લોબલ વોર્મિંગના કારણો નહીં પણ તેની વધતી ઝડપ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.         

                                                                            

https://www.instagram.com/timenewsguj/?hl=en

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: દુબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોનથી હુમલો, એક ભારતીય સહિત 4 ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *