દુબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોનથી હુમલો, એક ભારતીય સહિત 4 ઘાયલ

બુધવારે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક બે ડ્રોન અથડાયા હતા, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ચાર લોકો ઘાયલ થયા છે. બે ઘાનાના અને એક બાંગ્લાદેશી નાગરિકને નાની મોટી ઈજાઓ થઈ છે. એક ભારતીય નાગરિકને પણ ઈજાઓ થઈ છે. સુરક્ષા પ્રોટોકોલ હેઠળ તાત્કાલિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
દુબઈ મીડિયા ઓફિસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અધિકારીઓએ કન્ફોર્મ કર્યુ છે કે થોડા સમય પહેલા દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DXB) નજીક બે ડ્રોન પડી ગયા હતા, જેમાં ઘાનાના બે નાગરિકો અને એક બાંગ્લાદેશી નાગરિક અને એક ભારતીય નાગરિકને સામાન્ય ઈજાઓ થઈ હતી. હવાઈ ટ્રાફિક નોર્મલ રીતે ચાલી રહ્યો છે.”
મિડલ ઇસ્ટમાં યુદ્ધ ચાલુ છે. ઇઝરાયલ અને ઈરાન સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર, મોજતબા ખામેનેઇ, લડાઈ દરમિયાન ઘાયલ થયા છે. રાષ્ટ્રપતિના પુત્ર, યુસુફ પેઝેશ્કિયાને આ વાતની પુષ્ટિ કરી. ખામેનેઇના સ્વાસ્થ્ય અને ઠેકાણા અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે આ નિવેદન આવ્યું છે.પેઝેશ્કિયને વધુમાં જણાવ્યું કે ઇજાઓ છતાં, નવા સુપ્રીમ લીડર, જેમણે યુએસ-ઇઝરાયલી હુમલામાં તેમના પિતા અલી ખામેનેઇના મૃત્યુ પછી તેમનું સ્થાન લીધું હતું, તેઓ “સુરક્ષિત અને સ્વસ્થ” છે.
પોતાની ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરતા, પેજેશકિયનને કહ્યું, “મે ખબર સાંભળી છે કે મિસ્ટર મોજતબા ખામેનેઇ ઘાયલ થઇ ગયા છે. મેં તેમના કેટલાક મિત્રોને પૂછ્યું, જેટલા તેમના સાથેના કનેક્સન હતા. તેઓએ મને કહ્યું કે, ખુદાનો આભાર, તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે.”
https://www.instagram.com/timenewsguj/?hl=en