Ahmedabad

માયાભાઈ આહિરની ચાલુ કાર્યક્રમે લથડી તબિયત, છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ

પ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની ચાલુ ડાયરા દરમિયાન તબિયત લથડી હતી. મહેસાણાના કડી તાલુકાના ઝુલાસણ ગામે સોમવારની રાત્રીના માયાભાઈ આહિર સહિતના કલાકારોનો લોકડાયરો યોજાયો હતો. ચાલુ કાર્યક્રમ દરમિયાન જ માયાભાઈને ઓચિંતા છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. માયાભાઈને છાતીમાં દુઃખાવો ઉપડતા આયોજકોએ પ્રોગામ કરવાની ના પાડી હતી.  તેમ છતાં ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ પરથી ડાયરો પણ ચાલુ કર્યો હતો. દરમિયાન તબિયત વધુ લથડતા સ્ટેજ પરથી જ કહ્યું કે જિંદગીમાં પ્રથમવાર તબિયત બગડી છે, આપ તમામની માફી માંગુ છું.

 ત્યારબાદ તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તમામ ટેસ્ટ બાદ મોડી રાત્રિના જ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવાતા હાલ તબિયત સ્થિર છે. હાલ તો માયાભાઈ વાતચીત પણ કરી રહ્યા છે. હજુ આજે ઓબ્ઝર્વેશન માટે માયાભાઈને ICUમાં રખાયા છે. આવતીકાલે તેમને રૂમમાં શિફ્ટ કરવામાં આવશે. સ્વસ્થ થતા જ માયાભાઈએ પોતાના ચાહકોને વીડિયો સંદેશ પણ આપ્યો કે હાલ હું સંપૂર્ણ સ્વસ્થ છું. તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. વીડિયોમાં માયાભાઈ આહીર ખુશમિજાજમાં જોવા મળે છે.

માયાભાઈ આહીરના ચાહકો માટે સારા સમાચાર છે. તેમની તબિયતમાં સુધારો આવ્યો છે. તેમનો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી હું રેડી છું. કડી તાલુકાના ઝુલાસણ ગામે સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહીર સહિતના કલાકારોનો લોક ડાયરા યોજાયો હતો. જેમાં અચાનક જ ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરની તબિયત લથડતા તેઓને અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button