અમદાવાદઃ પરણિત મહિલાએ 3 વર્ષના બાળક સાથે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, પોલીસે હાથ ધરી તપાસ

અમદાવાદના નિકોલમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નિકોલની પરિણીતાએ પોતાના પુત્ર સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. આ વિશે જાણ થતાં તુરંત જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહને નદીમાંથી બહાર કાઢી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના રિવરફ્રન્ટમાં નિકોલની મહિલાએ પોતાના 3 વર્ષના દીકરા સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. મહિલા પોતાના પુત્રને દુપટ્ટા સાથે બાંધીને નદીમાં પડી હતી. આ વિશે જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતાં. પોલીસે સમગ્ર મામલે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.