અમદાવાદથી ઝડપાયો ડુંગળીની આડમાં છૂપાવેલ કરોડોનો ગાંજો, 2ની ધરપકડ

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરતાં આશરે 400 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડુંગળીના જથ્થાની આડમાં કરોડો રૂપિયાનું માદક પદાર્થ છુપાવીને લાવવામાં આવી રહ્યું હતું. આ મામલે મહારાષ્ટ્રના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના પ્રાથમિક તારણો અનુસાર ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આરોપીઓએ ગાંજાને ડુંગળીના થેલાઓની નીચે છુપાવીને વાહનમાં રાખ્યો હતો જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય. પરંતુ ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે નારોલ વિસ્તારમાં વાહન રોકી તપાસ કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો.

ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત કરોડો રૂપિયામાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ જથ્થો અમદાવાદમાં કયા વ્યક્તિ કે ગેંગને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ગાંજાનો જથ્થો મહિન્દ્રા પીકઅપ વાહનમાં લાવવામાં આવ્યો હતો. પોલીસ હવે આ નશીલા પદાર્થોના નેટવર્ક અને તેમાં સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વિસ્તારી રહી છે.

ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આવનારા સમયમાં પણ આવા ઓપરેશનો હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *