જુહાપુરામાં યુવકની હત્યા કરનાર મુખ્ય આરોપીની ધરપકડ, અન્ય બે ઈસમોની પકડી પાડવા તજવીજ

અમદાવાદમાં જુહાપુરામાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના વિવાદે લોહીયાળ રૂપ ધારણ કર્યું છે. 19 વર્ષીય મોહમ્મદ સાલીકની કરપીણ હત્યા થઈ હતી. આ મામલે વેજલપુર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી રેયાન પઠાણને પકડી પાડ્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.

માહિતી મુજબ, ગત રમઝાન દરમિયાન થયેલા ઝઘડાની અદાવત રાખીને આયશા મસ્જિદ પાસે ત્રણ શખ્સોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો. મુખ્ય આરોપી રેયાન ઉર્ફે 500એ સાથીદારો સાથે મળીને સાલીકને પકડી રાખી છરીના ઘા ઝીંક્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *